Home /News /rajkot /રાજકોટ: સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરતા યુવાને કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં જણાવી આપવીતી
રાજકોટ: સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરતા યુવાને કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં જણાવી આપવીતી
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી શકવાના કારણે યુવાને આત્મહત્યા કરી.
મૃતક યુવાને પોતાની સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું છે કે, હું મારી મુશ્કેલીઓમાંથી દૂર થવા માગુ છું. હું પુરેપુરો સ્વાર્થી થઇ ગયો છું બધુ તમાકા પર છોડી જઇ રહ્યો છું તમે મને 23 વર્ષનો કર્યો પણ તમારૂ ઋણ ચૂકવ્યા વિના જઇ રહ્યો છું.
રાજકોટ (Rajkot) જિલ્લામાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના કમર કોટડામાં જયેશ સરવૈયા નામના યુવાને ત્રણ પેજની સ્યુસાઇડ નોટ (Suicide Note) લખી આપઘાત (Youth Suicide) કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. તો સાથે જ યુવાને લખેલી સ્યુસાઈડ નોટમાં મારા અંગોનું દાન કરજો જેથી બીજાને નવજીવન મળી શકે તે વાતનો ઉલ્લેખ પણ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કમર કોટડા ખાતે રહેતા જયેશભાઈ જીવરાજભાઈ સરવૈયા નામના યુવાને ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક જયેશ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. અનેક વખત તેણે સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી હતી. પરંતુ તેને ધારી સફળતા નહોતી મળી જેના કારણે તે છેલ્લા કેટલાય સમયથી નિરાશ થઈ ગયો હતો. ત્યારે નિરાશામાં જ તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો અને તેણે ઘરે જ ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું છે.
જયેશ પોતાના પિતાને મજૂરીકામ છોડાવી તેમને એક સારી જિંદગી આપવા માગતો હતો. અને તેના માટે જ તે સરકારી નોકરી મેળવી પગભર બનવા માગતો હતો. પોતાની અંતિમ ચિઠ્ઠીમાં તેણે 'આઈ એમ સોરી મમ્મી પાપા બહેન અને ભાઈ'. તો સાથે જ તેણે લખ્યું છે કે, મારી અંતિમ બે જ ઈચ્છા છે જેને આપ પૂર્ણ કરજો. મારા અંગોનું દાન કરજો કે જેથી કરીને કોઈને નવું જીવન મળી શકે. તેમજ મરણ જનાર વ્યક્તિ પાછળ કરવામાં આવતી તમામ ક્રિયાઓ કરવાનું ટાળજો. તેની જગ્યાએ 20 થી 50 જેટલા વૃક્ષો વાવજો જે હું નથી વાવી શક્યો.
તો સાથે જ પોતાના અંતિમ શબ્દોમાં મૃતકે લખ્યું છે કે, એક શહીદ ભગતસિંહ હતા કે જે 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસીના માચડે ચડ્યા હતા. એક હું છું કે જે મારા જિંદગીથી ભાગીને આત્મહત્યા કરી રહ્યો છું.
મૃતક યુવાને પોતાની સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું છે કે, હું મારી મુશ્કેલીઓમાંથી દૂર થવા માગુ છું. હું પુરેપુરો સ્વાર્થી થઇ ગયો છું બધુ તમાકા પર છોડી જઇ રહ્યો છું તમે મને 23 વર્ષનો કર્યો પણ તમારૂ ઋણ ચૂકવ્યા વિના જઇ રહ્યો છું. I AM SORRY પણ મારામાં હવે જીવવાની કોઇ ઇચ્છા નથી. હું માનસિક રીતે ખુબ જ હેરાન થઇ ગયો છું. હવે મને 2 મિટિનમાં જિંદગી ખતમ કરી દેવી વધારે સહેલી લાગી રહી છે.