Home /News /rajkot /રાજકોટ: મિત્રની પત્ની સાથે આડાસંબંધોનો આવ્યો કરુણ અંજામ

રાજકોટ: મિત્રની પત્ની સાથે આડાસંબંધોનો આવ્યો કરુણ અંજામ

જેતપુરમાં છરીના ઘા ઝીંકી એક યુવાનની ઘાતકી હત્યા

Gujarat Crime: મિત્રના ઘરે બેસવા જતાં તેની જ પત્ની સાથે મળી આંખ. મિત્રના પોતાની પત્ની સાથે આડાસંબંધો હોવાની આરોપી શંકા જતાં આવ્યો કરુણ અંજામ...

રાજકોટ: જેતપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. શા માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી, તે પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.

પત્ની અને મૃતક વચ્ચે આડાસંબંધના લીધે હત્યાની કબુલાત

પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરમાં છરીના ઘા ઝીંકી એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં હકીકત બહાર આવી છે. જેમાં ખુલાસો થયો છે કે, યુવાનની હત્યા અન્ય કોઇએ નહીં પરંતુ તેના જ મિત્ર ઇમરાન ઉર્ફે ઇલિયાસ શેખે કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબુલાત આપી છે કે, તેની પત્ની અને મૃતક વચ્ચે આડાસંબંધ હોવાથી તેણે હત્યા કરી છે.

આ પણ વાંચો: પ્રેમ લગ્નના દસ જ દિવસમાં યુવતીને સૌતન હોવાની થઇ જાણ, પતિને પકડ્યો રંગેહાથ

બંને વચ્ચે આડાસંબંધો હોવાનો આરોપી માનતો હતો

ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પૂર્વે ઇલિયાસની પત્ની પડોશમાં રહેતા યુવાન સાથે ભાગી ગઈ હતી, ત્યારે મૃતકે ઇલિયાસની પત્નીને પરત લાવવામાં મદદ કરી હતી. તેમજ બંને વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. આ બનાવ બાદ મિત્રો અવારનવાર ઇલિયાસના ઘરે બેસવા જતો હતો. જેના કારણે ઇલિયાસની પત્ની અને દેવા વચ્ચે આંખ મળી ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે આડાસંબંધો શરૂ થયા હોવાનો આરોપી ઇલિયાસ માનતો હતો. જેની શંકાએ તેણે પોતાના જ મિત્ર દેવાની હત્યા કરી નાખી હતી.

એકની હત્યા, બે સંબંધોનું ખુન

આમ, રાજકોટ જિલ્લાના જેતપુર ગામે એક જ હત્યાના બનાવવામાં બે જેટલા સંબંધોના ખૂન થયા હોવાની ઘટના સામે આવી છે. મિત્રના હાથે મિત્રની હત્યા થતા મિત્રતાના સંબંધોનું ખુન થવા પામ્યું છે. જ્યારે કે પતિ-પત્નીના સંબંધોમાં પત્ની પર કુશંકા કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં પણ મોટી દરાર ઊભી થઇ છે. પોલીસ દ્વારા હાલ તો દેવાના હત્યા કેસમાં આરોપી ઇલિયાસની ધરપકડ કરવામાં આવી છે. તેમજ હત્યા કેસમાં વધુ પુરાવા એકઠા કરવા માટે પોલીસ હાલ પ્રયત્નશીલ જોવા મળી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन