Home /News /rajkot /

Rajkot Crime: રાજકોટમાં માત્ર રૂ. 4000 માટે સરેઆમ યુવકને તીક્ષણ હથિયારના ઘા ઝીંક્યા

Rajkot Crime: રાજકોટમાં માત્ર રૂ. 4000 માટે સરેઆમ યુવકને તીક્ષણ હથિયારના ઘા ઝીંક્યા

રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ બે જેટલા શખ્શોએ એક યુવાનને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ બે જેટલા શખ્શોએ એક યુવાનને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી.

રાજકોટ શહેર (Rajkot Crime)માં માત્ર ચાર હજાર રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનની હત્યા (Attempted murder) નો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે માલવયા નગર પોલીસ (Rajkot Police) દ્વારા હાર્દિક સિંહ જાડેજા અને દીપ લાઠીયા નામના વ્યક્તિને ઝડપી પાડી તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે બંને આરોપીઓને ખાખીની કડવાણી પણ પીવડાવી હોવાની વાત સામે આવી છે.

શું હતો સમગ્ર બનાવ

રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ બે જેટલા શખ્શોએ એક યુવાનને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલાની જાણ માલવીયા નગર પોલીસને થતા માલવીયા નગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ખુદ માલવીયા નગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકાણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આરોપીઓને પોતાના સકંજામાં લીધા હતા. તો સાથે જ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક અસરથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડ્યો હતો. ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 326, 323, 324, 504, 506 (2), 188 તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો- ફાંસીની સજાની ધમકી મળતા RJ કૃણાલના પિતાએ આત્મહત્યા કરી લીધી

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે મુજબ ભોગ બનનાર મૌલિક ચંદુભાઈ કાકડિયા એ હાર્દિકસિંહ જાડેજાને હાથ ઉછીના રૂપિયા 4000 આપ્યા હતા. જે રૂપિયા પરત માંગતા આરોપીએ મૌલિક કાકડિયા સાથે બોલાચાલી કરી હતી. આ સમયે મૌલિકનો મિત્ર પણ ત્યાં હાજર હતો. બંને આરોપીઓને બોલાચાલી કરવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ પોતાની પાસે રહેલ છરી વડે જાનથી મારી નાખવાના ઈરાદે મૌલિક કાકડીયાના ડાબા પડખે તેમજ જમણા પગના સાથળના ભાગે છરી વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

આ પણ વાંચો- પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં કેમિયો રોલ કરશે અમિતાભ બચ્ચન

શું છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરના બે તેમજ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Latest News Rajkot Crime, Rajkot crime news, Rajkot News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन