Home /News /rajkot /

Jetpur News: જેતપુરમાં પ્રેમીયુગલને મળી તાલિબાની સજા, મહિલાના કાન, નાક કાપી વાળનું પણ મુંડન કરી નાંખ્યું

Jetpur News: જેતપુરમાં પ્રેમીયુગલને મળી તાલિબાની સજા, મહિલાના કાન, નાક કાપી વાળનું પણ મુંડન કરી નાંખ્યું

પરિણીતાના સાસારીવાળાના મારથી બંને પ્રેમીપંખીડા અધમુવા થઇ ગયા હતા.

પીડિત મહિલાનું કેવું છે કે, તેઓ જેતપુરથી ભાગીને અમદાવાદ આવી જતા રહ્યા હતા પરંતુ બાદમાં તેઓને પોતાના બાળકોની યાદ આવતા તેઓ તેમને મળવા માટે ફરીથી ત્યાં ગયા હતા. તે સમયે જ તેમની સાસરી પક્ષના લોકોએ તેમને ઝડપી પાડ્યા હતા. ત્યાં જ પીડિત યુવકનું કહેવું છે કે, પરિણીતાના જેઠ અને તેમના 10 જેટલા સાથીઓ દ્વારા તેમને ઝડપી પાડ્યા બાદ લગભગ 9 કલાક સુધી મુઢ માર માર્યો હતો અને બાદમાં તેમનો ટકો કરી નાંખ્યો હતો.

વધુ જુઓ ...
    મુનાફ બકાલી, જેતપુર: રાજકોટ (Rajkot News)ના જેતપુર (Jetpur)થી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુરમાં અજબ પ્રેમ કી ગજબ કહાની (Love Affair)નો કિસ્સો સામે આવ્યો છે. ખરેખરમાં જેતપુરના પીઠડીયા ટોલ નાકા પાસે નવા પુલ ઉપર રહેતા પ્રેમીપંખીડાનો આ બનાવ છે. જેમાં જશીબેન હેમંતભાઈ પરમાર નામની મહિલા કુવારા યુવકને લઈને પલાયન થઈ હતી. પરિણીતા કુવારા પ્રેમી અરવિંદ મધુભાઈ પરમાર નામના યુવક સાથે ભાગી ગઇ હતી. જોકે થોડા સમયમાં જ પરિણીતાના સગાસંબંધીઓને આ વિશે જાણ થઇ જતા તે લોકોએ આ બંને પ્રેમીપંખીડાની શોધખોળ શરૂ કરી હતી અને તેમને ઝડપી અમાનુષી સજા આપી હતી.

    ખરેખરમાં જેતપુરના પીઠડીયા ટોલ નાકા પાસે નવા પુલ ઉપર રહેતા પ્રેમી પંખીડા ઝડપાઈ જતા સાસરીયાવાળાના આઠથી દસ જેટલા લોકોએ સીમમા પ્રેમીપંખીડાઓને ઢોર માર માર્યો હતો. આટેલેથી તેઓનો ગુસ્સો શાંત ના પડતા તેઓએ મહિલાને માર માર્યા બાદ મહિલાના કાન, નાક કાપી વાળનું પણ મુંડન કરી નાંખ્યું હતું. અને સાથે જ પ્રેમી યુવકને પણ માથાનો ટકો કરીને ડામ આપ્યા હતા. જોકે આ દરમિયાવ પ્રેમીપંખીડાની હાલત ગંભીર થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો- મોતની દીવાલ: હળવદમાં મીઠાના કારખાનાની દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત; સીએમ બનાવ સ્થળની લેશે મુલાકાત

    પરિણીતાના સાસારીવાળાના મારથી બંને પ્રેમીપંખીડા અધમુવા થઇ ગયા હતા. જેથી મહિલા અને યુવકને જેતપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ પ્રેમી પંખીડાઓની કહાની જેતપુર પંથકમાં ચર્ચાસ્પદ બની છે. સાથે જ આ મામલે પોલીસ ફરિયાદની માહિતી પણ સામે આવી રહી છે. હાલમાં બંને પ્રેમીપંખીડાની સારવાર ચાલી રહી છે.

    આ પણ વાંચો- Organ donation: અમદાવાદના રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકે મોત બાદ પણ લોકોને જીવન આપ્યું

    આ કિસ્સામાં પીડિત મહિલાનું કેવું છે કે, તેઓ જેતપુરથી ભાગીને અમદાવાદ આવી જતા રહ્યા હતા પરંતુ બાદમાં તેઓને પોતાના બાળકોની યાદ આવતા તેઓ તેમને મળવા માટે ફરીથી ત્યાં ગયા હતા. તે સમયે જ તેમની સાસરી પક્ષના લોકોએ તેમને ઝડપી પાડ્યા હતા. ત્યાં જ પીડિત યુવકનું કહેવું છે કે, પરિણીતાના જેઠ અને તેમના 10 જેટલા સાથીઓ દ્વારા તેમને ઝડપી પાડ્યા બાદ લગભગ 9 કલાક સુધી મુઢ માર માર્યો હતો અને બાદમાં તેમનો ટકો કરી નાંખ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Love affair, Rajkot crime news, Rajkot News

    આગામી સમાચાર