Home /News /rajkot /રાજકોટમાં વધુ એક પરિણીતા પર અમાનુષી અત્યાચાર, સાસુ બેડરૂમનો દરવાજો ખુલ્લો રખાવતા...
રાજકોટમાં વધુ એક પરિણીતા પર અમાનુષી અત્યાચાર, સાસુ બેડરૂમનો દરવાજો ખુલ્લો રખાવતા...
રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સાસુ બેડરૂમનો દરવાજો બંધ કરવા દેતા નહીં તેમજ તમારે રૂમનો દરવાજો ખુલ્લો જ રાખવો પડશે તે પ્રકારનો આગ્રહ પણ રાખતા હતા.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સાસુ તેમજ દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સાસુ બેડરૂમનો દરવાજો બંધ કરવા દેતા નહીં તેમજ તમારે રૂમનો દરવાજો ખુલ્લો જ રાખવો પડશે તે પ્રકારનો આગ્રહ પણ રાખતા હતા. તો સાથે જ કપડાં બદલાવા માટે પણ પડદો આડો કરવામાં આવે તો પણ સાસુ બોલાચાલી કરતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ મથકમાં પોતાના પિયર પક્ષના લોકો સાથે રહેતી રાધિકાબેન મેવાડા નામની પરિણીતાએ પોતાના પતિ કૃણાલ, સાસુ નીલમબેન તેમજ દિયર ધ્રુમિલ મેવાડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના એકાદ મહિના મને સારી રીતે સાસરીયા પક્ષના લોકો દ્વારા રાખવામાં આવી હતી. ત્યારબાદ પતિએ નવો ફલેટ ખરીદતા સાસરીયા પક્ષના લોકોએ કહ્યું હતું કે, તારા બાપને કહે ફર્નિચર સહિતનો ખર્ચો આપે. તારા માવતરેથી પૈસા લઈ આવ, તારા માં બાપે કરિયાવરમાં કશું જ નથી આપ્યું તે સહિતના મેણા ટોણા મારતા હતા.
પરિણીતાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, હું જ્યારે મારા પતિ પાસે ઘરખર્ચના પૈસા માંગુ તો મારા પતિ મને કહેતા કે, તું નોકરી કરે છે. તેમાંથી તું બધું મેનેજ કરી લે. લગ્ન બાદ હું બહાર ફરવા જવાનું કહેતી તો ત્યારે પણ મારા પતિ મને કહેતા કે તું મને ગમતી નથી. મારા માં-બાપે પરાણે તને મારી સાથે પરણાવી છે. તો દિયર પણ અવારનવાર ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતો હતો. દિયર કહેતો હતો કે, હું તમારા પરિવારના સભ્યોથી ડરતો નથી. આમ મારા સાસરીયા પક્ષ દ્વારા મને ખુબજ હેરાન પરેશાન કરવામાં આવતા હતા.