Mustufa Lakdawala, Rajkot: આજે વિશ્વ યોગ દિવસ(International Yoga Day 2022)છે ત્યારે આપણે જમીન પર યોગ કરતા લોકોને જોયા હશે. પરંતુ પાણીમાં યોગ(Yoga in Water) કરતા લોકોને ઓછા જોઇએ છીએ. પાણીમાં થતા યોગને એક્વા યોગ (Aqua Yoga) કહેવામાં આવે છે. યોગગુરુના જણાવ્યા મુજબઆ યોગથી એટલા ફાયદા થાય છે કે, તમારી જિંદગીમાં રોગ નામનો શબ્દ જ નહીં રહે. ખાસ કરીને જેને કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, હાર્ટ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ અને માઇગ્રેશનની બીમારી છે તેઓએ તો ખાસ એક્વા યોગ કરવા જોઇએ, કારણ કે આ યોગથી તમને ઘણો જ ફાયદો થશે.
એક્વા યોગવિશે શું કહે છે એક યોગ ટીચર
યોગગુરુ અલ્પા શેઠે જણાવ્યું હતું કે, હું એક્વા યોગાની ટીચર છું, છેલ્લા ચાર વર્ષ એટલે કે કોવિડ-19 પહેલા ત્રણ અને હાલ એક વર્ષથી એક્વા યોગા મહિલાઓન શીખડાવી રહી છું. રાજકોટ કોર્પોરેશન સંચાલિત પાંચ સ્વિમિંગ પુલમાં એક્વા યોગા કરાવતા જ હતા. આ વખતે કોવિડનો થોડોક ડર તો એટલે છેલ્લે મહાનગરપાલિકાએ નક્કી કર્યં કે, આપણે એક્વા યોગા કરીએ. આથી બધા જ સ્વિમિંગ પુલના સભ્યોને બે પુલમાં ડિવાઇડ કર્યા છે. એક મહિલાઓ માટેનો સ્વિમિંગ પુલ છે જે સાધુ વાસવાણી રોડ પર આવેલો છે અને એક અહીં રેસકોર્ષનો સ્વિમિંગ પુલ છે.
એક્વા યોગનું મહત્વ કેવું હોય છે
એક્વા યોગાના મહત્વ વિશે વાત કરતા અલ્પા શેઠે જણાવ્યું હતું કે, યોગ તો બધા જ જાણે છે, એક્વા યોગા પણ એક યોગનો જ પ્રકાર છે. જે તમે જમીન પર યોગ કરો છો તે જ તમે પાણીમાં કરો છો. યોગ જમીન પર થાય તેમાં એક લિમિટ આવી જાય છે. દાખલા તરીકે હું તમને કહીશ કે જમીન પર 1200 જમ્પ કરો તો એ જમ્પ નહીં કરી શકે, કારણ કે એનું બોડી પરમિશન જ નહીં આપે. જ્યારે હું પાણીમાં કહીશ કે 100 જમ્પ કરો તો તે 1000 જમ્પ કરશે. કારણ કે પાણીમાં તેને તેનું વજન ફીલ થતું નથી. પાણી એને ડૂબવા દેતું નથી. બીજું એ કે, બહાર સ્ટ્રેચિંગના આસનો કરો છો અથવા કોઇ પણ આસાન કરો છો તો બોડી તમારું એક ક્ષમતાથી અટકી જાય છે. જ્યારે પાણીમાં વધુમાં વધુ બોડીને સ્ટ્રેચ કરી શકો છો. જેથી કરીને તમારા જે-તે દુખાવા મટી જાય છે.
યોગ જીવન જીવવાની શૈલી છે
અલ્પા શેઠે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને કમરનો દુખાવો, ઘૂટણનો દુખાવો, હાર્ટ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ, માઇગ્રેશન આ બધા માટે પાણીમાં થતા યોગ ખૂબ જ ફાયદાકારક બને છે. કાલે યોગ દિવસ છે, ન કરતા લોકો એક દિવસ યોગ કરશે તે મને ગમશે. એક દિવસ કરશે એટલે આખી જિંદગી યોગ કરવા પ્રેરાશે ખરા. એક દિવસ તે સેલિબ્રેશન કરે છે તો તેનો ધન્યવાદ કહીશ. જેમ તમે ત્રણ ટાઇમ જમો છો, સુવો છો તેમ યોગને તમારી જિંદગીમાં વણી લ્યો. યોગ માત્ર આસાન નથી, યોગ જીવન જીવવાની શૈલી છે. યોગ આધ્યાત્મિક તરફ વાળે છે. માણસને માણસ બનાવે એ યોગ છે.
ત્રણ વર્ષથી એક્વા યોગ કરતા મહિલા શું કહે છે.
એક્વા યોગ કરતા રીટા વાડોદરિયાએ જણાવ્યું હતું કે, એક્વા યોગા હું છેલ્લા ત્રણ વર્ષથી કરી રહી છું. એક્વા યોગાના ફાયદા એ છે કે, શરીરમાં તંદુરસ્તી, સિવાય કોઈ રોગ હોય તો આ યોગામાં શ્રેષ્ઠ છે. અહીં કોચ બહુ જ સારા એક્વા યોગા કરાવે છે. હું ત્રણ વર્ષથી યોગા અને 18 વર્ષથી સ્વિમિંગ કરૂ છુ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot News, World yoga day, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગા દિવસ, રાજકોટ