Home /News /rajkot /

રાજકોટ: પતિએ ફોન પર પત્નીને એવી વાત કહી કે પરિણીતાએ ભર્યું ભયાનક પગલું

રાજકોટ: પતિએ ફોન પર પત્નીને એવી વાત કહી કે પરિણીતાએ ભર્યું ભયાનક પગલું

પરિણીતાને સારવાર અર્થે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સમગ્ર મામલે પરિણીતાને સારવાર અર્થે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે પોલીસે પરિણીતાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર (Rajkot City)માં એક પરિણીતાને સાસુ તેમજ પતિએ ત્રાસ (Torture of the husband) આપતા તેમજ પતિએ પરિણીતાના ચારિત્ર્ય પર શંકા (Doubts on wife's character) કરવાના કારણે તેણે ગળાફાંસો ખાઇ આત્મહત્યા (Suicide)નો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પરિણીતાને સારવાર અર્થે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે પોલીસે પરિણીતાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના વિરાણી ચોક નજીક આવેલાં રામકૃષ્ણનગરમાં પોતાની સહેલી સાથે ભાડાના મકાનમાં રહેતી જ્યોત્સના ચૌહાણ નામની પરણીતાએ બેળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. પરિણીતા એ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે તેણીની સહેલી જાગૃતિએ સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. જ્યોત્સના ચૌહાણે પોલીસને જણાવ્યું છે કે, પોતે સાત વર્ષ પહેલા પોતાની જ જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો- ગુજરાતમાં ફરી કોરોના કેસ વધ્યા, રાજ્યમાં આજે ત્રણ દર્દીના મોત

જોકે છ વર્ષ સાથે રહ્યા બાદ સાસુ અને પતિ ત્રાસ આપતા હોવાના કારણે તેમજ તને સંતાન નથી થતા કહેતા હોવાથી પોતે પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. પોતે હાલ બ્યુટી પાર્લરમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પતિએ ફોન કરીને કહ્યું હતું કે, તારે બીજા સાથે લફરું છે તેમ કહી પરિણીતાના ચારિત્ર પર શંકા કરી હતી. આમ તમામ વાતોથી કંટાળીને પરિણીતાએ આપઘાત કરી જીવન ટૂંકાવવાનું વિચાર્યું હતું.

આ પણ વાંચો- ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

જ્યારે સમગ્ર મામલે પરિણીતાના નિવેદન બાદ પરિણીતાના પતિ તેમજ સાસુ વિરુદ્ધ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. પરિણીતાએ પોલીસને જણાવ્યું છે કે, મારા સાસુ અને પતિએ કહ્યું હતું કે તું 50,000 આપી દે એટલે તને છૂટાછેડા આપી દઈ. ઉલ્લેખનીય છે કે, આજના યુગમાં ભલે સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવતી હોય તેમ છતાં આજે પણ આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ પર અત્યાચારના બનાવો સતત સામે આવતા રહે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Rajkot News, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन