Home /News /rajkot /રાજકોટ: બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી, બાળકી સહિત બે લોકોના મોત

રાજકોટ: બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી, બાળકી સહિત બે લોકોના મોત

નવાગામના આ તળાવમાં કપડાં ધોવા ગયેલી યુવતીઓ અને મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.

રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે પાણીના ખાડામાં આ દુર્ઘટના બની હતી. જેમાં પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાદ એક પાંચ લોકો ડૂબી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ એક બાળક અને બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા.

    આજે રાજ્યમાં પાણીમાં ગરકાવ થવાની કુલ ત્રણ ઘટનાઓ સામે આવી છે જેમાની એક ઘટના પંચમહાલમાં બની છે. જ્યાં શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું બાળક પાણીથી ભરેલા ખાડામાં ગરકાવ થયું હતું. જેનું મોત નિપજ્યું હતું ત્યાં જ બીજી ઘટના રાજકોટમાં બની છે જેમાં નવાગામના ઢોરાં પાસે તળાવમાં પાંચ લોકો ડૂબ્યા હતા જેમાંથી એક મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું છે અને ત્રણ લોકોને સલામત બહાર કઢાયા છે. ત્યાં જ ત્રીજી ઘટના દમણના લાઇટ હાઉસ નજીક દરિયા કિનારાની છે. જ્યાં બે લોકોને બચાવી લેવાયા છે તો ત્રણ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

    પ્રથમ ઘટના રાજકોટ નજીક નવાગામના ઢોરાં પાસે બની છે જ્યાં તળાવમાં પાંચ મહિલાઓ ડૂબી હતી. આ ઘટનામાં ત્રણનો આબાદ બચાવ થયો છે અને બે લોકો બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટરલમાં ખસેડાઇ હતી. જોકે બેભાન અવસ્થામાં દાખલ કરાયેલ એક બાળક અને મહિલાનું મોત નિપજ્યું છે. તમને જણાવી દઇએ કે, નવાગામના આ તળાવમાં કપડાં ધોવા ગયેલી યુવતીઓ અને મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જોકે રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા જ ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ દરમિયાન એક મહિલા અને એક યુવતીને 108 મારફતે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી.



    રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે પાણીના ખાડામાં આ દુર્ઘટના બની હતી. જેમાં પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાદ એક પાંચ લોકો ડૂબી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ એક બાળક અને બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ડૂબેલા પાંચ પૈકી એક મહિલા અને એક બાળકીનું મૃત્યુ થયુ છે જ્યારે 3 ને બચાવી લેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો- અમદાવાદમાં છપ્પન વર્ષની ઉંમરે મહિલા એવું કામ કરતા પકડાઈ કે મોટા ગુનેગારો પણ શરમાય 

    અન્ય એક ઘટના દમણના દરિયામાં બની હતી જેમા 5 પ્રવાસીઓ દરમિયામાં ડૂબ્યા હતા. જેમાંથી 2 ને બચાવી લેવાયા છે તો ત્રણ ની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે. આ તમામ પ્રવાસીઓ સુરતથી દમણ ફરવા આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

    આ પણ વાંચો- 'ચંદીગઢ યુનિવર્સિટી'ની શરમજનક ઘટના પર સોનુ સૂદનું નિવેદન

    ત્રીજી ઘટનામાં પંચમહાલના શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થયું હતું. લગભગ 10 કલાકની શોધખોળ બાદ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. નિર્માણધીન બિલ્ડીંગના પાછળના ભાગમાં ખોદવામાં આવેલા ખાડામાં આ ઘટના બની હતી. આ ખાડામાં પાણી પણ ભરેલું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: ગુજરાત, દમણ, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन