White Tiger Cub: રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂમાં સફેદ માદા વાઘણે બે નર બાળ વાઘને જન્મ આપ્યો
White Tiger Cub: રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂમાં સફેદ માદા વાઘણે બે નર બાળ વાઘને જન્મ આપ્યો
ત્રણ મહિના બાદ લોકો બાળ વાઘને નિહાળી શક્શે.
Tiger Population: પ્રાણીસંગ્રહાલયના વેટરનરી ઓફિસર અને ટીમ સીસીટીવી દ્વારા માતા અને બચ્ચાઓની 24 કલાક દેખરેખમાં રોકાયેલા છે. મેયર ડૉ.પ્રદીપ દવે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિત હોર્ટિકલ્ચર એન્ડ ઝૂ કમિટીના પ્રમુખ અનિતા ગોસ્વામીએ આ માહિતી આપી હતી.
રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય (Pradyuman Park Zoo in Rajkot)માં 108 દિવસની ગર્ભાવસ્થા બાદ સફેદ નર વાઘ (White Tiger ) દિવાકર અને માદા વાઘણ ગાયત્રીને બે નર બાળ વાઘનો (White Tiger Cub) જન્મ થયો છે. હાલ માતા અને બંને બચ્ચા સ્વસ્થ છે. પ્રાણીસંગ્રહાલયના વેટરનરી ઓફિસર અને ટીમ સીસીટીવી દ્વારા માતા અને બચ્ચાઓની 24 કલાક દેખરેખમાં રોકાયેલા છે. મેયર ડૉ.પ્રદીપ દવે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિત હોર્ટિકલ્ચર એન્ડ ઝૂ કમિટીના પ્રમુખ અનિતા ગોસ્વામીએ આ માહિતી આપી હતી.
અગાઉ રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 11 સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો હતો. આમાં, સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ યશોધરાથી 6 મે 2015ના રોજ સફેદ માદા બચ્ચાનો જન્મ થયો હતો. ગાયત્રી વાઘણે 16 મે 2015ના રોજ 4 સફેદ માદા બચ્ચા, 2 એપ્રિલ 2019ના રોજ 2 સફેદ નર અને 2 માદા બચ્ચા, 18 મે 2022ના રોજ જન્મેલા 2 સફેદ નર બચ્ચા સહિત 10 અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં અત્યાર સુધીમાં 11 સફેદ બચ્ચાને જન્મ આપ્યો છે.
વાઇલ્ડલાઇફ એક્સચેન્જ સ્કીમ હેઠળ રાજકોટ પ્રાણી સંગ્રહાલયે વર્ષ 2014-15 દરમિયાન ભિલાઇ (છત્તીસગઢ)ના મૈત્રી બાગ ઝૂને સિંહની જોડી (સિંહ-નિલ અને સિંહણ-સૌમ્યા) આપી હતી. બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભિલાઈ દ્વારા સફેદ વાઘ નર દિવાકર, સફેદ વાઘણ યશોધરા અને સફેદ વાઘણ ગાયત્રી આપવામાં આવી હતી. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાકૃતિક વન વાતાવરણને કારણે તે સમયાંતરે સફેદ વાઘ અને એશિયાટિક સિંહોના સંવર્ધનમાં સફળ રહ્યું છે. હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા સફેદ વાઘની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. જેમાં પુખ્ત-1, પુખ્ત માદા વાઘણ-3 અને બચ્ચા-2નો સમાવેશ થાય છે. હાલમાં રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં 59 વિવિધ પ્રજાતિના કુલ 490 વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ લોકોને આકર્ષે છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થળ ગણાય છે. જાહેર રજાઓ અને તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પ્રદ્યુમ્ન પાર્કની મુલાકાત લે છે. દર વર્ષે અંદાજે 7.25 લાખ લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. રાજકોટનું પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય વાઇલ્ડલાઇફ એક્સચેન્જ સ્કીમ હેઠળ ભારતના અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ મેળવીને પ્રાણી સંગ્રહાલયનો વિકાસ કરે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર