Home /News /rajkot /રાજકોટ: જાનૈયાઓને લઈને જતી બસ અને યુટીલિટી વચ્ચે મોટો અકસ્માત, બસ દિવાલ તોડી કારખાનામાં ઘુસી

રાજકોટ: જાનૈયાઓને લઈને જતી બસ અને યુટીલિટી વચ્ચે મોટો અકસ્માત, બસ દિવાલ તોડી કારખાનામાં ઘુસી

ગોંડલની ગુંદાળા ચોકડીનો ઓવરબ્રિજ નજીક રાજકોટથી વિસાવદર જતી બસને અકસ્માત નડ્યો હતો.

Rajkot Accident news: ગોંડલની ગુંદાળા ચોકડીનો ઓવરબ્રિજ નજીક રાજકોટથી વિસાવદર જતી ચાવડા પરિવારની જાનની બસને અકસ્માત નડ્યો હતો.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં એક એવી ઘટના બની છે કે જેમાં જાનૈયાઓની જાન જ જોખમમાં મુકાઈ ગઈ હતી. ગોંડલ ગુંદાળા ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં જાનની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ગોંડલના ગુંદાળા ચોકડી વિસ્તારમાંથી યુટીલીટી અને જાનની બસ પસાર થઈ રહી હતી. આ સમયે જ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં રોડ ઉપર સાઈડમાં ઊભેલી લારી પણ આવી ગઈ હતી. લારીના પણ ફરકે ફરચા ઉડી ગયા હતા. તો બીજી તરફ અકસ્માત બાદ બેકાબુ બનેલી બસ કારખાનામાં ઘૂસી ગઈ હતી. બસ ભટકાતા કારખાનાની દીવાલ પણ તૂટી ગઈ હતી.



પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની ગુંદાળા ચોકડીનો ઓવરબ્રિજ નજીક રાજકોટથી વિસાવદર જતી ચાવડા પરિવારની જાનની બસને અકસ્માત નડ્યો હતો. રાજકોટથી વિસાવદર લગ્ન પ્રસંગ પૂરો કરી જાનૈયા ભરીને વિસાવદર તરફ જતા દરમિયાન ગુંદાળા ચોકડી પાસેના ઓવરબ્રિજ પાસે યુટીલિટી કારની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક કાબુ ગુમાવતા નજીકમાં આવેલ નોનવેજની લારી હડફેટે લઈને કારખાનાની દીવાલમાં ઘૂસી જવા પામી હતી.

આ પણ વાંચો: અમદાવાદના ડોક્ટરની પ્રેમલીલાનો ભાંડાફોડ

બસમાં બેઠેલા 15 થી 20 જાનૈયાઓનો ચમત્કારી બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ટ્રાવેલ્સ બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ લોકોના ટોળા પણ એકત્ર થયા હતા તો અકસ્માત પહેલા જે જાનૈયાઓમાં ખુશીનું વાતાવરણ હતું. તે અકસ્માતની ઘટના બાદ ચિંતામાં પરિવર્તિત હતું. જોકે સદનસીબે આ ઘટનામાં  જાનહાની થઈ ન હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Accident video, Bus accident, Rajkot Accident, રાજકોટ