Home /News /rajkot /રાજકોટ: કન્યા શાળામાં ભણતરનો નહીં, ચણતરનો ભાર; મજૂરી કરાવાતો વીડિયો વાયરલ

રાજકોટ: કન્યા શાળામાં ભણતરનો નહીં, ચણતરનો ભાર; મજૂરી કરાવાતો વીડિયો વાયરલ

રાજકોટના કોઠારિયામાં વિદ્યાર્થિનીઓ પાસે બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ

Rajkot school video viral: રાજકોટના કોઠારિયામાં વિદ્યાર્થિનીઓ પાસે બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ. આચાર્યએ કહ્યું- મારી ભૂલ થઈ, હવે નહીં કરીએ.

રાજકોટ: શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે ચણતર કામ કરવામાં આવતું હોવાનો વધુ એક વખત વીડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોથી ફરી એક વખત સરકારી શાળાનું શિક્ષણ જગત ચર્ચાના ચકડોળે ચડ્યું છે.

રોષે ભરાયેલા વાલીઓ શાળાએ દોડી આવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી નારાયણ નગર કન્યા શાળામાં હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જે અંતર્ગત કન્યા શાળામાં અભ્યાસ કરવા આવતી બાળાઓ પાસે સ્કૂલ કેમ્પ્સમાં પડી રહેલી ઈટો અને બ્લોક ઉપડાવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે વિદ્યાર્થીનીઓ કામ કરી રહી છે. જ્યારે આચાર્ય અને શિક્ષક તેમની માથે ઉભા રહી ગયા છે. સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થતાં કેટલાક વાલીઓ રોષે ભરાઈને શાળાએ પણ દોડી આવ્યા હતા. શાળાએ દોડી આવેલા વાલીઓએ પ્રિન્સિપાલ અને શિક્ષક સાથે બોલાચારી પણ કરી હતી, પરંતુ આચાર્ય સહિતનાઓએ માફી માગી લેતા મામલો થાળે પડ્યો હતો.


આ પણ વાંચો: યુવતીને પ્રેમમાં સજા મળી અને પછી મળ્યો દગો, પ્રેમીએ બે વાર પ્રેગ્નેન્સી મિસ કરાવી

હવે પછી અમે આવું ક્યારેય નહીં કરીએ: શાળાના આચાર્ય

વાલીઓએ કહ્યું હતું કે, અમે અમારા બાળકોને શાળાએ શિક્ષણ લેવા મોકલીએ છે, નહીં કે તમારે ત્યાં મજૂરી કામ કરવા. આવામાં શાળાના આચાર્ય મનસુખભાઈ મહેતાને પોતાની ભૂલ સમજાતાં તેમણે માફી માંગી હતી. તેમજ જણાવ્યું હતું કે, હવે પછી અમે આવું ક્યારેય નહીં કરીએ. જે કંઈ પણ થયું છે, તે અમારી ભૂલ છે અને તે અમે સમજીએ છીએ. હાલ શાળામાં બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી શિક્ષકો પણ મદદમાં જોડાયા હતા. તેમજ વિદ્યાર્થીનીઓની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ હવે ક્યારેય આ પ્રકારે કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ જિલ્લાના બેડલા ગામે પણ આ જ પ્રકારનો વીડીયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં વિદ્યાર્થીઓ ભર તડકામાં રેતી કપચી ભરી ભરીને કડિયા કામમાં મદદ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन