આરજે દેવર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષોથી મારો ઉછેર વાર્તાઓ અને રચનાઓ વચ્ચે થયો છે.આરજે દેવર્ષ ત્રિવેદીએ પોતાના હાથમાં રૈયા નાકાના ટાવરનું એક ટેટુ બનાવ્યું છે.
Mustufa Lakdawala,Rajkot : વારસો,એટલે એક પેઢી બીજીને પેઢીને આપતુ એક સંભારણું.પછી તે બાપ-દાદાનો વારસો હોય કે પછી શહેરનો વારસો હોય. રાજકોટના આરજે દેવર્ષ ત્રિવેદીએ આજે રાજકોટના વારસાને નવી પેઢીને આપવા માટે આજે તેના હાથમાં એક ટેટુ ચિતરાવ્યું છે. જેની પાછળનો ઉદેશ્ય જોઈને એકવાર તમે પણ તેની આ વાતના દિવાના બની જશો.આવો જાણીએ આરજે દેવર્ષ ત્રિવેદીએ તેના હાથમાં શું ચિતરાવ્યું છે અને તેનો ઉદેશ્ય શું છે.
આરજે દેવર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષોથી મારો ઉછેર વાર્તાઓ અને રચનાઓ વચ્ચે થયો છે.આરજે દેવર્ષ ત્રિવેદીએ પોતાના હાથમાં રૈયા નાકાના ટાવરનું એક ટેટુ બનાવ્યું છે. ત્યારે લોકોના મનમાં અનેક સવાલો થઈ રહ્યાં છે કે આરજે દેવર્ષ ત્રિવેદીએ પોતાના હાથમાં રૈયા નાકાના ટાવરનું જ ટેટુ કેમ બનાવ્યું છે.
ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતા આરજે દેવર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મે તમને પહેલા જ કહ્યું કે હું વાર્તાનો માણસ છું. ત્યારે રૈયા નાકાના ટાવર પાસેથી મને ઘણી બધી વાર્તાઓ અને રચનાઓ મળી છે. ઘણી બધી પ્રેરણા મળી છે. રાજકોટ જ્યારે રાજુ નામના વ્યક્તિના નેસમાંથી જ્યારે રાજકોટ નામનું વિશાળ શહેર બન્યું અને આજે રાજકોટ વિકાસની દોડમાં સતત આગળ જોવા મળી રહ્યું છે.ત્યારે આ રાજકોટની અંદર એક જુનુ રાજકોટ પણ ધબકે છે. જ્યાંથી રાજકોટનો વિકાસ થયો.
1722ની અંદર રાજકોટમાં જ્યારે 4 દરવાજા બનાવવામાં આવ્યા અને રાજકોટની ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો.ત્યારે આ 4 દરવાજામાંથી એક દરવાજો એટલે રૈયા નાકા ટાવર.જેનું પછી 1892ની અંદર રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું.આજે આ રાજકોટની શાન છે.દરેક શહેર પોતાના વારસા થકી ઓળખાતુ હોય છે.
ઘણી વખત વારસો ખંડેર થઈ ગયો હોય.પણ રાજકોટમાં તો આ જુના વારસાને ખુબ સારી રીતે મેઈનટેઈન કરવામાં આવ્યો છે. ત્યારે મારી સાથે પણ આ રૈયા નાકાનું કનેકશન દિલથી થઈ ગયું.મને રૈયા નાકાના ટાવર પાસેથી ઘણી વાર્તાઓ અને રચનાઓ મળી છે.
આ ટેટુ બનાવવા પાછળનો મારો ઉદેશ શું છે એ મારે તમારી સાથે શેર કરવું છે.આપણે આપણી આવતી પેઢી સુધી આપણો વારસો પહોંચાડવો છે. એને સાચવવાનો છે. આપણી આવતી પેઢીને આપણે આ શબ્દો આપવાના છે.કારણ કે જે માણસ પોતાના વારસાથી હટ્યો છે.જે તેના મુળિયાથી હટ્યો છે. તે પછી ગમે તેટલુ મોટુ વટ વૃક્ષ હોય પણ જે માણસ પોતાનું મુળ્યુ છોડે છે તે એક દિવસ પડી જ ભાંગે છે. પણ આપણે પડી નથી ભાંગવાનું.પણ આપણે આપણા વારસાને આગળની પેઢી સુધી પહોંચડવાનો છે. મારી એટલી જ બધાને વિનંતી છે કે આપણે આ આપણા વારસાને આવતી પેઢીને આપવાનો છે.