Home /News /rajkot /IAS Success: 3 વખત નાપાસ થયા પણ હિંમત ન હારી, આજે ગુજરાત કેડરમાં IAS અધિકારી છે!

IAS Success: 3 વખત નાપાસ થયા પણ હિંમત ન હારી, આજે ગુજરાત કેડરમાં IAS અધિકારી છે!

X
IAS

IAS અધિકારીની સફળ કહાની

Success IAS : સરહદી વિસ્તારના એક છોકરાની કહાની, કે જે 3 વખત નાપાસ થયો પણ હિંમત ન હારી

Mustufa Lakdawala,Rajkot : આજકાલના યુવાનો મોટા સપના જુએ છે, પરંતુ જો તેને એકવાર નિષ્ફળતા મળે તો તેઓ તૂટી જાય છે. પછી તેઓ પ્રયત્ન કરવાનું બંધ કરી દે છે અને નસીબને દોષ આપવાનું શરૂ કરી કરી દે છે.પણ તેઓ એ નથી જાણતા કે દરેક નિષ્ફળતા સફળતાનો માર્ગ ખોલે છે.ત્યારે આજે અમે આપને એક એવા જ સરદહી છોકરાની કહાની વિશે જણાવીશું કે તેને પોતાની મંજિલ સુધી પહોંચવામાં ઘણી વખત નિષ્ફળતા મળી પણ તેને હાર માની ન હતી.આવો સરહદી વિસ્તારના આ છોકરાની કહાની સંભાળીએ.

આપણે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરના IAS દેવ ચૌધરી વિશે.તમને જણાવી દયે કે દેવ કુમાર ગુજરાત કેડરના IAS છે. જેને ઘણી નિષ્ફળતા મળ્યા પછી તેઓ આજે તેની આ મંજીલ સુધી પહોંચ્યા છે.આવો જાણીએ તેની સફળતાની કહાની વિશે.



દેવ ચૌધરીની સફળતાની ગાથા યુવાનો માટે પ્રેરણાદાયી છે. સતત ત્રણ વખત નિષ્ફળ ગયા, પણ હિંમત ન હારી. પરિણામે આજે તેઓ ગુજરાત કેડર 2016ના IAS છે. તેઓ સચિવાલયમાં સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યાં છે. 30 વર્ષીય દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત બાડમેરના નોખ ગામથી આઈએએસ બનવાની તેમની સફર વિશે જેમાં દરેક નિષ્ફળતાએ તેમને મજબૂત બનાવ્યા.

દેવ કુમારનો પહેલો પડકાર હિન્દી માધ્યમનો હતો

નોખ ગામમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ દેવ કુમાર બાડમેર જિલ્લા મુખ્યાલયમાં આવ્યા. બાડમેર કોલેજમાંથી B.Sc ડિગ્રી મેળવી. પછી તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું મન બનાવ્યું, પરંતુ શરૂઆતમાં સમસ્યા એ આવી કે દેવ કુમાર હિન્દી માધ્યમમાં ભણ્યા હતા. UPSCની તૈયારી માટે અંગ્રેજીમાં કરવાની હોય ત્યારે અંગ્રેજી સારી રીતે શીખવું એ હિન્દી માધ્યમના ઉમેદવાર સામે એક પડકાર સમાન હતું અને તેને પાર પણ કર્યું.

દેવ કુમાર ખૂબ જ સાદા પરિવારમાં ઉછર્યા હતા. તેણે સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી જ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. દેવ એક નાનકડા શહેરનો હોવાથી તેને તેની તૈયારી માટે પૂરતી અભ્યાસ સામગ્રી મળી શકી ન હતી. આ અઘરી પરીક્ષાની તૈયારીની સાથે તેને અભ્યાસ સામગ્રી મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય દેવે હિન્દી માધ્યમથી જ અભ્યાસ કર્યો હતો અને તેને અંગ્રેજી પર સારી પકડ નહોતી. આ કારણે તેમના માટે સંસાધનો પણ મર્યાદિત હતા. પછી પરીક્ષાની તૈયારીની સાથે તેણે અંગ્રેજી પર પણ કામ કરવાનું શરૂ કર્યું.

દેવ કુમારની નિષ્ફળતા અને સફળતા

1. વર્ષ 2012માં પ્રથમ પ્રયાસમાં UPSC પ્રિલિમ પાસ કર્યું, પરંતુ મેન્સ ક્લિયર કરી શક્યા નહીં.
2. વર્ષ 2013માં ફરી પ્રયાસ કર્યો. આ વખતે પ્રિલિમસની સાથએ સાથે મેન્સ પણ ક્લિયર કરી લીધી, પણ છેલ્લે સિલેક્ટ ન થયા.
3. શરૂઆતની બે નિષ્ફળતાઓએ હાર ન માની. કંઈક નવું શીખ્યા. પોતાની જાતને સુધારી અને ફરી પ્રયાસ કર્યો. વર્ષ 2014માં ફાઈનલ સિલેક્શન પણ થઈ ગયું હતું, પરંતુ સર્વિસમાં આઈએએસનું સપનું પૂરું થયું ન હતું.
4. અત્યાર સુધી નિષ્ફળ જવાથી દેવ કુમારને ઘણો સારો અનુભવ થઈ ગયો હતો. વર્ષ 2015માં ચોથી વખત પ્રયાસ કર્યો અને એ વખતે IAS બન્યા.

IAS દેવ કુમારનો પરિવાર

દેવ કુમાર કહે છે કે પિતા સુજાનારામ શિક્ષક હતા. નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ વારંવાર નિષ્ફળતાઓથી તૂટી ગયા હતા. પણ પપ્પા અને મિત્રોએ હાર ન માનવા દીધી. દેવ કુમાર ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી કરી હતી.

દેવ કુમારે કહ્યું કે આ હોદો મળેવવો આજે દરેક યુવાનોનું સપનું હોય છે.કારણ કે આ પોસ્ટ પર તમને ઘણી બધી જવાબદારી મળે છે.UPSCની પરિક્ષા બીજી પરીક્ષાની જેમ જ હોય છે.આ એક જીવનનો પડાવ હોય છે. ઘણા 10-12 બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે જેને બોર્ડમાં ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે.આ ખરાબ ટ્રેન્ડ છે.કોઈ પણ પરીક્ષા ક્રેક કરવી તે તમારી લાઈફનું પેરામીટર નહીં બને.લાઈફમાં બીજા ચાન્સ મળે છે. જેથી ક્યારેય હાર માનવી જોઈએ નહીં.

હાલમાં દેવ ગુજરાત કેડરમાં આઈએએસ અધિકારી છે.જો તમે તેની સફળતા પાછળની કહાની જાણો છો તો તમને ઘણું શીખવાનો મોકો મળશે.ત્રણેય પ્રયાસોમાં કેટલીક ખામીઓને કારણે નિષ્ફળતાથી દેવ નિરાશ થયા જ હશે, પરંતુ મહત્વની બાબત એ છે કે તે નિષ્ફળતાઓ અને નબળાઈઓને પાર કરીને આજે તેઓ ગુજરાત કેડરમાં આઈએએસ અધિકારી છે.
First published:

Tags: Local 18, આઇએએસ, રાજકોટ