Home /News /rajkot /

રાજકોટ: પતિની નજર સામે જ પત્નીનું મોત, 7 સંતાનોએ વ્હાલસોયી માતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ: પતિની નજર સામે જ પત્નીનું મોત, 7 સંતાનોએ વ્હાલસોયી માતાની છત્રછાયા ગુમાવી

ગણતરીની જ ક્ષણોમાં રોશન બેન જુણેજાનું મૃત્યુ તેના પતિની નજર સમક્ષ જ થયું હતું.

મૃતક રોશનબેનના પતિ પણ રીક્ષા ચાલક છે. તેમને સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે. ત્યારે માતા રોશન બેને પોતાનો જીવ ગુમાવતા સાત સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. 

રાજકોટ શહેર (Rajkot City)માં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભવોભવના ભરથારની સામે જ તેની પત્નીએ દમ તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. કોઠારીયા સોલવન્ટ પાસે રીક્ષા પલટી (Rajkot Accident) મારી જતા પતિની જ નજર સમક્ષ પત્નીનું મોત (Accident) નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સાત સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે ગાય અને ઉતરતા છકડો રીક્ષા પલટી મારી ગયાનો બનાવ સામે આવ્યો છે. રિક્ષાએ પલટી મારતા રિક્ષામાં સવાર રોશન બેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે ઘટના સ્થળે જ રોશન બેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમયે રોશન બેનના પતિ ઉંમરભાઈ પણ છકડામાં તેની સાથે હતા. રોશન બેન તેના પતિ સાથે રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે કોઠારીયા સોલવન્ટ નજીક આવેલ ફર્નિચર આગળ ગણેશ ફોર્ડ નામના શોરૂમ પાસે ગાય ઉતરતા રીક્ષા ચાલકે હેન્ડલ પરથી કાબુ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો- અમદાવાદના સી.જી. રોડ પર રૂપિયા 42 લાખની લૂંટ ચલાવી બે લૂંટારૂંઓ ફરાર

જોત જોતામાં રીક્ષા પલટી મારી જતા રિક્ષામાં સવાર રોશન બેન રોડ ઉપર પટકાયા હતા. ગણતરીની જ ક્ષણોમાં રોશન બેન જુણેજાનું મૃત્યુ તેના પતિની નજર સમક્ષ જ થયું હતું. સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસને થતા તાત્કાલિક અસરથી આજીડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર સર્જાયેલ ટ્રાફિક જામ પણ આજીડેમ પોલીસ દ્વારા ક્લિયર કરાવવામાં આવ્યો હતો. તો સાથે જ ઘટના સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો- ગુજ્જુ પત્ની બની પંજાબી યુવતી, ફેક એકાઉન્ટ બનાવી પતિની લંપટ લીલાનો કર્યો પર્દાફાશ

જાણવા મળતી વિગતો અનુસાર મૃતક રોશનબેનના પતિ પણ રીક્ષા ચાલક છે. તેમને સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે. ત્યારે માતા રોશન બેને પોતાનો જીવ ગુમાવતા સાત સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Rajkot Accident, Rajkot News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन