Home /News /rajkot /Rajkot Police: રાજકોટમાં પોલીસ જવાને ઝેરી દવા પી કર્યો આપઘાત, હોસ્પિટલના બીછાને તોડ્યો દમ

Rajkot Police: રાજકોટમાં પોલીસ જવાને ઝેરી દવા પી કર્યો આપઘાત, હોસ્પિટલના બીછાને તોડ્યો દમ

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પ્રકાશભાઈ પારધીની આત્મહત્યા પાછળ સ્ત્રીપાત્ર જ કારણભૂત છે.

Rajkot Police News: પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રકાશભાઈ બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરના સંતાન હતા. આંબેડકર નગરમાં આવેલા પોતાના ઘરથી જઈ દવા પી લીધી હતી.

રાજકોટ: તાજેતરમાં જ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ જવાને પોતાની પત્ની અને પુત્રી સાથે આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવનાર પ્રકાશ દેવજીભાઈ પારધી નામના પોલીસ જવાને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સૌ પ્રથમ તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ સારવાર અર્થે તેને રાજકોટથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવી રહેલા પ્રકાશભાઈ પારધી નામના પોલીસ જવાને પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ઘરે ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થોરાળા પોલીસને થતા થોરાળા પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. તેમજ પોલીસ જવાનના પિતા સહિતના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રકાશભાઈના લગ્ન થયા હતા. પરંતુ મનમેળ ન થતા એક વર્ષ પૂર્વે જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગરની યુવતી સાથે તેમની સગાઈ પણ થઈ હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી

પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રકાશભાઈ બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરના સંતાન હતા. આંબેડકર નગરમાં આવેલા પોતાના ઘરથી જઈ દવા પી લીધી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પ્રકાશભાઈ પારધીની આત્મહત્યા પાછળ સ્ત્રીપાત્ર જ કારણભૂત છે.

આ પણ વાંચો- નવરાત્રીમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

ત્યારે બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી પ્રિતિબા હરપાલસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ સાત દિવસ પૂર્વે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Rajkot News, Rajkot police, રાજકોટ, રાજકોટના સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन