Home /News /rajkot /Rajkot: જેલમાં રહેલ માતાને છોડાવવા સગીર પુત્રએ રચ્યું લૂંટનું કાવતરું, પોલીસે ચારને દબોચ્યા

Rajkot: જેલમાં રહેલ માતાને છોડાવવા સગીર પુત્રએ રચ્યું લૂંટનું કાવતરું, પોલીસે ચારને દબોચ્યા

પોલીસની પૂછપરછમાં સગીર પોતે પણ ભૂતકાળમાં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

Rajkot Crime: પોલીસની પૂછપરછમાં સગીર પોતે પણ ભૂતકાળમાં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.  ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજ રાજનગર ચોકથી મવડી ફાયર બ્રિગેડ ઓફીસ તરફ જતા ધરતી હોન્ડાના શોરૂમ પાસે લૂંટનો બનાવ બન્યો હતો.

વધુ જુઓ ...
રાજકોટ શહેર (Rajkot News)ના માલવિયા નગર પોલીસ સ્ટેશન (Malaviyanagar Police) વિસ્તારમાં એક્ટીવા સહિત રૂપિયા પાંચ લાખ રોકડની લૂંટ (Robbery) કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગણતરીના કલાકોમાં બે સગીર સહિત કુલ ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ (Rajkot Police)ની પૂછપરછમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરે હત્યા (Murder case)ના ગુનાના કામે જેલમાં રહેલ માતાને છોડાવવા માટે લૂંટનું કાવતરું ઘડયું હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પૂછપરછમાં સગીર પોતે પણ ભૂતકાળમાં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.  ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજ રાજનગર ચોકથી મવડી ફાયર બ્રિગેડ ઓફીસ તરફ જતા ધરતી હોન્ડાના શોરૂમ પાસે લૂંટનો બનાવ બન્યો હતો. જે બાબતની જાણ થતા તાત્કાલીક અસરથી માલવિયાનગર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી સીસીટીવી ફુટેજ તેમજ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના માણસોને આરોપીઓની બાબતે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા મહેન્દ્ર ઉર્ફે લાલો દિનુભાઈ ગીડા, ચિરાગ સંજયભાઈ જાદવ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટના ગુનાના કામે રહેલ તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 4,99,500 રૂપિયા તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલ એકટીવા તેમજ ફરિયાદીનો લૂંટના કામે આરોપીઓ લઈ ગયેલા મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- પ્લાસ્ટિક જમા કરાવનારને મળશે 51 હજાર સુધીનું ઈનામ

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને ફરિયાદી વિશાલભાઈ અનિલભાઈ ઘોરૈયાએ જણાવ્યું હતું કે, તેઓ સહજાનંદ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં સુફલામ કોપ્સ નામની કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે સાંજના પોણા ચાર વાગ્યાની આસપાસ માયાણી ચોક પાસે આવેલ બેકબોન શોપીંગ સેન્ટરમાં ધરતી પ્રિન્ટિંગમાં કંપનીની બોટલ ઉપર લગાડવામાં આવતા પ્રિન્ટિંગના લેબલ લેવા માટે ગયા હતા. દરમિયાન પોતાના શેઠ યોગેશભાઈનો તેમની પર ફોન આવ્યો હતો. યોગેશભાઈ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ પર આવેલ એન્ટ્રી આર્કેડમાં એન.આર. આંગડિયા પેઢીમાંથી પેમેન્ટ લેતા આવજો.

આ પણ વાંચો- ગુજરાતમાં વર્ષ 2018થી અત્યાર સુધી 6 સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરમાં ગેરરીતિ થઇ

યોગેશભાઈની સુચના અનુસાર વિશાલભાઈ આંગડિયા પેઢી પર પહોંચ્યા હતા જ્યાં તેઓને રૂપિયા 4,99,500 આપવામાં આવ્યા હતા. જે રૂપિયા તેઓએ પોતાના એક્ટિવાની ડેકીમાં મૂકી ફેક્ટરી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન એક કાળા કલરના એકટીવા ઉપર ત્રણ વ્યક્તિઓ આવી તેમના એક્ટીવાની આગળ પોતાનો એક્ટીવા રાખી કોઈપણ કારણ વગર બોલાચાલી કરવા માંડ્યા હતા. દરમિયાન આરોપીઓ મારઝૂડ પણ કરવા લાગ્યા હતા. દરમિયાન ત્યાંથી ફરીયાદીનું એકટીવા તેમજ ડેકીમાં રાખેલા રૂપિયાની લૂંટ કરી આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.
Published by:rakesh parmar
First published:

Tags: Latest News Rajkot Crime, Rajkot crime news, Rajkot News, Rajkot police