Home /News /rajkot /રંગીલા રાજકોટનો મોજીલો વાહન ચાલક! 90 હજારનું સ્કૂટર, મનપસંદ નંબર માટે RTO ને ચુકવ્યા 1.62 લાખ

રંગીલા રાજકોટનો મોજીલો વાહન ચાલક! 90 હજારનું સ્કૂટર, મનપસંદ નંબર માટે RTO ને ચુકવ્યા 1.62 લાખ

મનપસંદ નંબર મેળવવા રાજકોટીયનો અવ્વલ

હાલમાં જ RTOએ MK સિરીઝ જાહેર કરી છે. જેમાં એક લાખની કિંમતનું એક્સેસ (Access worth one lakh) ધરાવનારે 9 નંબર માટે 1.62 લાખની બોલાવી લગાવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અને આ નંબર મેળવવા માટે આ વ્યક્તિ 1.62 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર પણ છે.

વધુ જુઓ ...

Mustufa Lakdawala, Rajkot: વાહનોમાંમનપસંદ નંબર(Favorite number) લેવા માટે રાજકોટીયનો અવ્વલ છે. પોતાનો લક્કી નંબરલેવા માટે લાખો રૂપિયા ખર્ચેછે. આથી RTOની તિજોરી પણ છલકાઇ છે. રાજકોટ RTOમાં નવી સિરીઝના નંબરનીકળે એટલે રીતસર વાહન માલિકો(Vehicle owners) મનપસંદ નંબર મેળવવા લાખો રૂપિયાની બોલી લગાવે છે. બોલી લગાવીને સંતોષ નથી માનતા પણ માટે એટલા રૂપિયા પણ RTOને ચૂકવીને વાહન માલિકો પોતાનો વટ પાડી દે છે. હાલમાં RTO MK સિરીઝ જાહેરકરી છે. જેમાં એક લાખની કિંમતનું એક્સેસ ધરાવનારે 9 નંબર માટે 1.62 લાખની બોલાવી લગાવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અને નંબર મેળવવા માટે વ્યક્તિ 1.62 લાખ રૂપિયાચૂકવવા તૈયાર પણ છે. પસંદગીના અને રુટીન નંબરો થકી RTOને 40.87 લાખની આવક થઈ છે.


MK સિરીઝ માટે RTOને 1185 અરજી મળી હતી


રાજકોટ RTOમાં નવી સિરીઝ જાહેર થાય ત્યારે ઓનલાઈન અરજી મગાવવામાં આવે છે. જેમાં MK સિરીઝ માટે RTOને 1185થી વધુ અરજી મળી હતી. આથી RTO વાહનમાલિકોને બોલાવી જાહેરમાં નંબરની હરાજી કરી હતી. જેમાં સૌથી વધુ રૂપિયા એક્સેસ માટેના 9 નંબરમાં બોલવામાં આવ્યા હતા. આમ રાજકોટીયનો મનપસંદ નંબર મેળવવા લાખો રૂપિયા ખર્ચીને પણ પાછીપાની કરતા નથી. રાજકોટમાં મનપંસદ નંબર મેળવવાનો ક્રેઝ હોય તેમ વાહનચાલકો પણ વાહનની કિંમત કરતા ક્યારેક દોઢ ગણી તો ક્યારેક બેથી ત્રણ ગણી રમક નંબર મેળવવા ખર્ચી નાખે છે.


47 નંબર માટે 90 હજારની બોલી બોલાઇ


ટુ-વ્હિલરની MK સિરીઝમાં 9 નંબર માટે રાજકોટમાં રહેતા ગોકળભાઈ બારવલીયાએ સૌથી વધુ 1.62 લાખની બોલી લગાવી હતી. ગોકળભાઈએ પોતાના એક લાખના એક્સેસ માટે બોલી લગાવી હતી. જોકે ગોકળભાઈના એક્સેસની કિંમત 1 લાખ છે જ્યારે નંબર માટે દોઢી કિંમતની બોલી લગાવી હતી. RTOના સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ગોકળભાઈ નંબર મેળવવા 1.62 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર પણ છે. બીજી તરફ MK સિરીઝમાં 47 નંબરમાં સૌથી વધુ બોલી અલ્તાફ આમદાણીએ 90 હજાર રૂપિયાની બોલી લગાવી હતી.


MK સિરીઝમાં ક્યા નંબર પર કોણે કેટલી બોલી લગાવી


1111 નંબર માટે ગંગવાણી નિલેશભાઈએ 85 હજાર


1 નંબર માટે સુમિત્રા કારિયાએ 84 હજાર


4 નંબર માટે હાર્દિક પંચાસરાએ 83,500


7 નંબર માટે હરદેવસિંહ જાડેજાએ 67 હજાર


5 નંબર માટે રવિરાજ ધોળકીયાએ 51,000


8 નંબર માટે જીલાભાઈ સુસરાએ 50,500


77 નંબર માટે ચંદુભાઈ લુણશીયાએ 49,000


4747 નંબર માટે વસીમ દલે 40,000

First published:

Tags: Rajkot city, Rajkot News, રાજકોટ, રાજકોટના સમાચાર