Home /News /rajkot /

Rajkot: રાજકોટમાં પ્રિકોશન ડોઝનો સ્ટોક પૂર્ણ થઈ જતાં રજા રાખવામાં આવી, નો સ્ટોકના બોર્ડ લાગ્યા

Rajkot: રાજકોટમાં પ્રિકોશન ડોઝનો સ્ટોક પૂર્ણ થઈ જતાં રજા રાખવામાં આવી, નો સ્ટોકના બોર્ડ લાગ્યા

દેશના તમામ નાગરિકોને કોરોનાવાયરસનો બૂસ્ટર ડોઝ હવે ફ્રીમાં આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી.

વેક્સિનનો સ્ટોક પૂર્ણ થઈ ગયેલ છે. જેના કારણે આજરોજ વેક્સિનેશનમાં રજા રાખવામાં આવી છે. આજ સાંજ સુધીમાં વેક્સિનનો સ્ટોક આવી જતા આવતીકાલથી રાબેતા મુજબ વેક્સિનેશન શરૂ થઈ જશે.

  કેન્દ્ર સરકાર દ્વારા 18થી વધુ ઉંમરની વ્યક્તિ માટે 75 દિવસ સુધી પ્રિકોશન ડોઝ (Precautionary Dose) આપવાની શરૂઆત કરાઇ છે. જો કે, રાજકોટ (Rajkot)માં માત્ર બે જ દિવસમાં વેક્સિન (Corona Vaccine)નો સ્ટોક પૂર્ણ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગત બપોર બાદ વેક્સિનેશન સેન્ટર પર સ્ટોક પૂર્ણ થયો હોય તેવા બેનર લગાવવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે મેયર પ્રદીપ ડવનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, આજે સ્ટોક ન હોવાથી રસીકરણ બંધ છે અને સાંજ સુધીમાં વેક્સિનનો સ્ટોક આવ્યા બાદ ફરીથી વેક્સિનેશન શરૂ થશે.

  ગત શુક્રવારથી રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં 75 દિવસ સુધી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે રાજકોટ શહેરમાં માત્ર બે જ દિવસમાં વેક્સિનનો સ્ટોક પૂર્ણ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગત બપોર બાદ વેક્સિનેશન સેન્ટર પર બોર્ડ લગાવવામાં આવ્યા હતા કે વેક્સિનનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. ત્યારે વેક્સિનના પૂર્ણ થયેલ સ્ટોક મામલે મેયર પ્રદીપ ડવનું નિવેદન સામે આવ્યું છે.

  આ પણ વાંચો- વિધાનસભા ચૂંટણીને લઇ આગામી 22 અને 23 તારીખે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર આવશે

  મીડિયા સાથેની વાતચીતમાં મેયરે એ જણાવ્યું હતું કે, વેક્સિનનો સ્ટોક પૂર્ણ થઈ ગયેલ છે. જેના કારણે આજરોજ વેક્સિનેશનમાં રજા રાખવામાં આવી છે. આજ સાંજ સુધીમાં વેક્સિનનો સ્ટોક આવી જતા આવતીકાલથી રાબેતા મુજબ વેક્સિનેશન શરૂ થઈ જશે.

  જણાવી દઇએ કે, દેશના તમામ નાગરિકોને કોરોનાવાયરસનો બૂસ્ટર ડોઝ હવે ફ્રીમાં આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. જોકે આ વેક્સિનેશન ડ્રાઇવ માત્ર 75 દિવસો સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉઝવણી કરી રહ્યું છે. આથી આઝાદીના અમૃત અવસર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 જુલાઇ 2022થી આગામી 75 દિવસ સુધી 18 વર્ષના નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

  આ પણ વાંચો- વાહનોની હાઇસિક્યુરિટી નંબર પ્લેટ પાણીમાં ગઇ

  ત્રીજા ડોઝ અથવા બૂસ્ટર ડોઝનો હેતુ શું છે?

  ત્રીજા ડોઝનો હેતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે, જે રસીકરણ અથવા પાછલા સંક્રમણના 7-8 મહિના પછી ઓછી થઈ જાય છે. કેટલાક વૈજ્ઞાનિકોએ SARS-CoV-2ના ઉભરતા વેરિઅન્ટ સામે વર્ષમાં એકવાર બૂસ્ટર ડોઝની પણ હિમાયત કરી છે. વૈશ્વિક રસીકરણની સ્થિતિને જોતાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) બૂસ્ટર ડોઝ માટે બહુ ઉત્સાહી નથી, કારણ કે ઘણા દેશો હજુ પણ 40% રસીકરણના લક્ષ્ય સુધી પહોંચી શક્યું નથી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarat Corona Vaccination, Gujarati news, Rajkot city, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन