Home /News /rajkot /રાજકોટ : રાજસ્થાનથી પેટિયું રળવા આવનાર શખ્સની કરાઈ હત્યા, અર્ધ સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

રાજકોટ : રાજસ્થાનથી પેટિયું રળવા આવનાર શખ્સની કરાઈ હત્યા, અર્ધ સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ગુનાના કામે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Rajkot Crime: રાજકોટ શહેર (Rajkot City)ના બેડીનાકા સાર્વજનિક બગીચામાંથી ત્રણ દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતમાં એક મૃતદેહ (Deadbody) મળી આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતા એડમિશન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

રાજકોટ શહેર (Rajkot City)ના બેડીનાકા સાર્વજનિક બગીચામાંથી ત્રણ દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતમાં એક મૃતદેહ (Deadbody) મળી આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતા એડમિશન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતાની સાથે જ મૃતદેહને પીએમ માટે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહ પાસેથી કોઈ પણ જાતના આધાર પુરાવા મળી આવ્યા નહોતા. જેના કારણે મૃતક કોણ છે તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસ દરમિયાન મૃતકનું નામ રગારામ હોવાનું સામે આવ્યું છે. મૃતક 10 દિવસ પૂર્વે રાજસ્થાનથી (Rajasthan) રાજકોટ આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.



સમગ્ર મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ગુનાના કામે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યા (Murder case)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સાર્વજનિક બગીચાની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડયો છે. તેમજ હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- Punjab Election Results 2022: પંજાબના CM ચન્નીને મોબાઈલ રિપેરીંગની દુકાનમાં નોકરી કરતા યુવકે હરાવ્યા

10 દિવસ પૂર્વે રાજસ્થાન થી રાજકોટ આવેલા રગારામની હત્યા કરવા પાછળ કોનો હાથ હોઈ શકે છે? શા માટે રગારામ ની હત્યા કરવાની ફરજ પડી તે બાબતે હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બન્યાના 10 દિવસ પૂર્વે રાજસ્થાન થી પોતાનું તેમજ પોતાના પરિવારનું આર્થિક ગુજરાન સુવવસ્થીત રીતે ચાલી શકે તે માટે મૃતક પેટિયું રળવા રાજકોટ આવ્યો હતો. જો કે તે આર્થિક પગભર થાય તે પૂર્વે જ તેની હત્યા થતા પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Latest News Rajkot, Rajkot murder, Rajkot News rajkot news, રાજકોટ હત્યા, રાજકોટમાં હત્યા