Home /News /rajkot /CCTV Video: રાજકોટમાં મહિલા ભિક્ષુકોથી સાવધાન, આ ગેંગ તમને પણ બનાવી શકે છે નિશાન

CCTV Video: રાજકોટમાં મહિલા ભિક્ષુકોથી સાવધાન, આ ગેંગ તમને પણ બનાવી શકે છે નિશાન

ભિક્ષાના નામે ઘરમાં ઘુસી ચોરી કરતી ટોળકી સક્રિય થતાં સ્થાનિકોએ પણ ચેતવાની જરૂર છે.

જોકે પોલીસની સાથે લોકોને પણ જાગૃત થવા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ અપીલ કરી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે, જો કોઈ મહિલાઓની ગેંગ આ રીતે ભિક્ષા માગવા આવે છે તો તેમને ભિક્ષા આપતા પહેલા સાવધાન થઈ જવું.

    હાર્દિક જોશી, રાજકોટ: જો તમારા ઘરે ભિક્ષા માગવા મહિલાઓ આવે છે તો ચેતજો! કારણ કે રાજકોટમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે કે જેમણે શહેરીજનોની ચિંતા વધારી દીધી છે. આ ગેંગને ઝડપવા પોલીસ પણ એલર્ટ થઈ છે. આ ગેંગની ઝડપવા માટે પોલીસ દ્વારા પણ અલગ-અલગ ટીમો બનાવી તેને ઝડપવા માટેની કામગીરી હાથ ધરી છે. આ મહિલાઓની કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

    શહેરના કુવાડવા વિસ્તારમાં મહિલાઓની આ ગેંગ કરતુંતો સામે આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થ રાજ સી ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે, શહેરના કુવાડવા વિસ્તારમાં એકથી વધુ મહિલાઓ ભિક્ષા માંગવા માટે પહોંચી હતી. જ્યારે મકાન માલિક ભિક્ષા લેવા માટે ઘરની અંદર જાય છે ત્યારે ચોર મહિલા ગેંગના કેટલાક સભ્યો ઘરમાં કેટલીક જગ્યાએ છુપાઈ જાય છે ત્યારબાદ આ લોકો મકાનની કિંમતી ચીજ વસ્તુઓ ચોરીને નાસી છૂટે છે ત્યારે આ અંગે પોલીસ એલર્ટ છે.



    જોકે પોલીસની સાથે લોકોને પણ જાગૃત થવા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ અપીલ કરી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે, જો કોઈ મહિલાઓની ગેંગ આ રીતે ભિક્ષા માગવા આવે છે તો તેમને ભિક્ષા આપતા પહેલા સાવધાન થઈ જવું. ખાસ કરીને ઘરમાં પ્રવેશ આપતા પહેલા જ ઘરના દરવાજામાંથી બહાર તપાસ કરી લેવી અને આવા વ્યક્તિઓથી વધુ સાવધાન રહેવું. કોઈ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

    આ પણ વાંચો- ગુજરાતમાં આજે 282 કોરોના કેસ સાથે એક દર્દીનું મોત

    રાજકોટ શહેરમાં આવી ગેંગ અગાઉ પણ સક્રિય થઈ હતી. શહેરમાં રહેતા લોકોએ આવી ગેંગના કારણે અગાઉ પણ પોતાની મહામૂલી રકમ ગુમાવી હતી. અલગ-અલગ નેશનલ હાઇવે પર પણ આવી ગયા અગાઉ સક્રિય થઈ હતી. ત્યારે રાજકોટ શહેરમાં ફરી સક્રિય થયેલી આવી ગેંગને ઝડપમાં કવાયત હાથ ધરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Latest News Rajkot, Rajkot CCTV, રાજકોટ, રાજકોટના સમાચાર

    विज्ञापन
    विज्ञापन