Home /News /rajkot /રાજકોટના બેડી ગામે ખેડૂતે કરી લાલ કોબીજની અનોખી ખેતી, કમાણી જાણી તમે પણ કહેશો વાહ
રાજકોટના બેડી ગામે ખેડૂતે કરી લાલ કોબીજની અનોખી ખેતી, કમાણી જાણી તમે પણ કહેશો વાહ
આ ખેડૂત તેમની લાલ કોબીજના અનોખા ઉત્પાદન થકી એક કિલોના 10 થી 12 રૂપિયા મેળવી રહ્યા છે.
હાલના સમયમાં લીલા કોબીજના એક કિલોના માંડ બે થી ત્રણ રૂપિયા મળી રહ્યા છે ત્યારે આ ખેડૂત તેમની લાલ કોબીજના અનોખા ઉત્પાદન થકી એક કિલોના 10 થી 12 રૂપિયા મેળવી રહ્યા છે એટલે કે સામાન્ય ખેતી કરતા અનેક ગણો વધારે કમાઈ રહ્યા છે.
રાજકોટ: રાજકોટ પંથકના લોકો કંઈક અનોખું કરવા માટે જાણીતા છે. અવનવી વસ્તુઓ તેમજ અવનવા ઉત્પાદનને લઈને રાજકોટવાસીઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હવે રાજકોટ નજીક આવેલા બેડી ગામના ખેડૂતે એક એવી કોબીની ખેતી કરી છે કે જેને જોવા આસપાસના લોકો મોટી સંખ્યામાં તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે.
આ ખેડૂતે લાલ કલરના કોબીનું ઉત્પાદન કર્યું છે તેમણે પોતાના દોઢ વીઘા ખેતરમાં લાલ કલરની કોબીનું વાવેતર કર્યું છે અને અત્યારે તેમનું ઉત્પાદન પણ ખૂબ સારું મળી રહ્યું છે. સામાન્ય રીતે કોબીનો કલર લીલો હોય છે પરંતુ આ ખેડૂતને કંઈક નવીન પ્રકારની ખેતી કરવાનું ઈચ્છા જાગી અને તેમને આગવીરી દિશામાં પ્રયત્ન કર્યા. અરવિંદભાઈ નામના ખેડૂતને માહિતી મળી કે લાલ કલરની કોબી પણ વાવી શકાય. આ માટે તેમણે અલગ પ્રકારના બિયારણો મંગાવ્યા અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. હાલમાં બેડી ગામના સીમ વિસ્તારમાં તેમના આ ખેતરમાં લાલ કોબીજનું ઉત્પાદન થઈ રહ્યું છે.
હાલના સમયમાં લીલા કોબીજના એક કિલોના માંડ બે થી ત્રણ રૂપિયા મળી રહ્યા છે ત્યારે આ ખેડૂત તેમની લાલ કોબીજના અનોખા ઉત્પાદન થકી એક કિલોના 10 થી 12 રૂપિયા મેળવી રહ્યા છે એટલે કે સામાન્ય ખેતી કરતા અનેક ગણો વધારે કમાઈ રહ્યા છે. તો બેડી ગામમાં તૈયાર થયેલી આ લાલ કોબીજની ખેતી જોવા માટે આસપાસના ગામમાંથી ખેડૂતો આવી રહ્યા છે અને માહિતી પણ મેળવી રહ્યા છે.
તો બીજી તરફ હાલ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. લાલ કોબીજ એ અનોખી વસ્તુ હોવાના કારણે તેમને ફૂડ ડેકોરેશનમાં પણ ખૂબ ઉપયોગી નીવડતી હોય છે. આ લાલ કોબીજના કારણે જ ફૂડનું ડેકોરેશન પણ ખૂબ સારું થતું હોવાથી લગ્નના સિઝનમાં માંગ વધી છે.