Home /News /rajkot /રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, પાર્કિંગમાં રમતા બાળકને મોત મળ્યું

રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, પાર્કિંગમાં રમતા બાળકને મોત મળ્યું

પોતાના લાડકવાયા પુત્રના મોતથી હિરાણી પરિવાર તેમજ મૃતકના માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે.

Rajkot Accident: મૃતક શ્યામ હાલ નર્સરીમાં અભ્યાસ કરતો હતો. પોતાના લાડકવાયા પુત્રના મોતથી હિરાણી પરિવાર તેમજ મૃતકના માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે. મૃતકના પિતા મેહુલભાઈ મગનભાઈ હિરાણી મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.

દશેરાનો તહેવાર હીરાણી પરિવાર માટે કાયમી દુઃખનું સંભારણું બની જશે તે પ્રકારની ઘટના ઘટી છે. રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાયબ મામલતદારના ત્રણ વર્ષના પુત્રનું કાર હેઠળ કચળાઈ જવાના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી ઘટનાની તપાસ આરંભવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મહુડી વિસ્તારમાં આવેલા આલાપ રોયલમાં રહેતા તેમજ મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહેલા મેહુલભાઈ હિરાણીના ત્રણ વર્ષીય પુત્રનું પાર્કિંગમાં કાર હેઠળ કચડાઈ જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરવામાં આવે તો આલાપ રોયલ પામમાં રહેતા શ્યામ મેહુલભાઈ હિરાણી નામનો ત્રણ વર્ષીય બાળક જ્યારે પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતો હતો. ત્યારે એપાર્ટમેન્ટમાં જ રહેતા કિશન રામજીભાઈ સાવલિયાની કાર હેઠળ બાળક કચડાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.



સમગ્ર મામલે બાળકને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજા પહોંચવાના કારણે બાળકને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલાની જાણ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય ફ્લેટ ધારકોને થતા સૌ કોઈ પાર્કિંગ સ્થળે એકત્રિત થઈ ગયા હતા.

આ પણ વાંચો- અમદાવાદ: ખોખરામાં ગાય બાંધવા મામલે જીવલેણ હુમલો, સોસાયટીમાં તલવારો ઉડી

જાણવા મળતી વિગતો અનુસાર મૃતક શ્યામ હાલ નર્સરીમાં અભ્યાસ કરતો હતો. પોતાના લાડકવાયા પુત્રના મોતથી હિરાણી પરિવાર તેમજ મૃતકના માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે. મૃતકના પિતા મેહુલભાઈ મગનભાઈ હિરાણી મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. હિરાણી પરિવાર મૂળ જૂનાગઢ જિલ્લાના સુખપર ગામનો વતની છે. પોતાના વાહલસોયા એકના એક સંતાનનું દશેરાના દિવસે મૃત્યુ થતાં પરિવાર શોખમાં હાલ ગરકાવ થઈ ગયો છે.

સમગ્ર મામલે કાર ચાલક કિશન સાવલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના ઘટી છે તે અજાણતામાં ઘટી છે. પાર્કિંગમાં રમી રહેલો શ્યામ મને દેખાયો જ નહોતો. જેના કારણે આ ઘટના ઘટી છે. હું મારી પત્ની મારી દીકરીને લઈને હોસ્પિટલમાં ગયો હતો ત્યારે પાર્કિંગમાં આ પ્રકારની દુઃખદ ઘટના બની છે. મને પણ ખૂબ દુઃખ છે કે મારાથી આ પ્રકારની ઘટના ઘટી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Rajkot News, ગુજરાત, રાજકોટ

विज्ञापन
विज्ञापन