Home /News /rajkot /

રાજકોટ: સાડા ત્રણ વર્ષ પહેલા બાળકીએ મીણીયાના ટૂકડા નાકમાં નાખી દીધા, ઓપરેશન કરી બહાર કાઢ્યા

રાજકોટ: સાડા ત્રણ વર્ષ પહેલા બાળકીએ મીણીયાના ટૂકડા નાકમાં નાખી દીધા, ઓપરેશન કરી બહાર કાઢ્યા

રાજકોટ: સાડા ત્રણ વર્ષ પહેલા બાળકીએ મીણીયાના ટૂકડા નાકમાં નાખી દીધા, ઓપરેશન કરી બહાર કાઢ્યા

રાજકોટમાં 9 વર્ષની બાળકી (9-year-old girl) સાડા ત્રણ વર્ષ પહેલા રમતા રમતા પોતાના નાકમાં મીણીયાના બે ટૂકડા (two pieces of wax in her nose) નાખી દીધા હતા. બાદમાં તેને સતત શરદી રહેતી હતી.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: આંગણામાં કે ઘરમાં એવી વ્સતુ ન રાખવી કે જે તમારા બાળકો માટે જોખમ સાબિત થઈ જાય. આવો જ એક કિસ્સો રાજકોટ (Rajkot)માં બન્યો છે. રાજકોટમાં 9 વર્ષની બાળકી (9-year-old girl) સાડા ત્રણ વર્ષ પહેલા રમતા રમતા પોતાના નાકમાં મીણીયાના બે ટૂકડા (two pieces of wax in her nose) નાખી દીધા હતા. બાદમાં તેને સતત શરદી રહેતી હતી. સાથે સાથે તેના નાકમાંથી રસી, લોહી અને દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળતું હતું. આથી માતા-પિતા પણ ચિંતામાં મુકાયા હતા. બાળકીની સારવાર માટે ઘણા દવાખાના ખુંદ્યા પણ કોઈ સચોટ ઇલાજ થયો નહીં. આખરે વિદ્યાનગર મેઇન રોડ પર ડો.હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ જતા તબીબે દૂરબીનથી તપાસ કરતા નાકમાં કોઇ વસ્તુ ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં દૂરબીનથી ઓપરેશન કરી ગણતરીની કલાકોમાં બાળકીના નાકમાંથી મીણીયાના બંને ટૂકડા બહાર કાઢ્યા હતા.

    બંને મીણીયા ચામડી સાથે ચોંટી ગયા હતા

    ઓપરેશન કરનાર તબીબ ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, બાળકીના નાકમાંથી બહાર કાઢેલી વસ્તુ ક્રેયોન એટલે કે રંગીન ચાકની સળીના બે ટુકડા હતા. આ ક્રેયોનના બે ટૂકડા સાડા ત્રણ વર્ષથી નાકમાં ફસાયેલા હતા અને તેના લીધે જ વારંવાર આરીફાને ઇન્ફેક્શન થતું હતું અને કોઈ દવાની અસર થતી નહોતી. આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકીની નાની ઉંમર હોવાથી નાકનું કાણું ખૂબ જ નાનું અને સાંકડું હતું. તેમજ ક્રેયોનના ટુકડા સાડા ત્રણ વર્ષથી નાકમાં ફસાયેલ હતા તે નાકની અંદરની ચામડી સાથે ચોંટી ગયા હતા.

    બાળકીને કોઈપણ જાતની તકલીફ વગર મીણીયા બહાર કઢાયા

    ડો. હિમાંશુ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, આવી વિકટ પરિસ્થિતિમાં તબીબ દ્વારા ખૂબ જ કુનેહપૂર્વક દૂરબીનથી આ ક્રેયોનના ટૂકડાને ગણતરીની મિનીટોમાં જ કોઈપણ જાતની તકલીફ વગર દૂરબીન વડે કાઢી આપી બાળકીને યાતનામાંથી મુક્ત કરી હતી.માતા-પિતા માટે ચેતવણીરૂપ:રાજકોટમાં 9 વર્ષની બાળકીને નાકમાં સાડા ત્રણ વર્ષથી ક્રેયોનના બે ટૂકડા ફસાયેલા હતા, તબીબે દૂરબીનથી બહાર કાઢ્યા

    સાડા ત્રણ વર્ષથી અમે હેરાન-પરેશાન હતા

    આરિફાની માતા શબાનાબેને જણાવ્યું હતું કે, અરિફા સાડા ત્રણ વર્ષથી ખૂબ જ હેરાન-પરેશાન થઈ ગઈ હતી. કેમ કે, તેના જમણી બાજુના નાકમાંથી રસી, લોહી અને દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. અમે અનેક જગ્યાએ દવાઓ કરાવી, એક્સ-રે કરાવ્યા પરંતુ કોઇ જ ફરક ન પડતા અંતે આરિફાને વિદ્યાનગર મેઇન રોડ પરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ આવ્યા હતા. અહીં ડો.હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તેની જમણી બાજુના નાકમાં કંઇક ઊંડે ફસાયેલું છે.

    આ પણ વાંચો: Rajkot: લવમેરેજના 4 વર્ષમાં જ પ્રેમ ‘ખાટો’ થયો, પતિએ શંકા કરી પત્નીને ફિનાઈલ પીવડાવી પોતે પણ પીધું

    તબીબે દૂરબીનથી મીણીયા બહાર કાઢ્યા

    ત્યારબાદ તાત્કાલિક ધોરણે સારવાર શરૂ થઇ હતી અને બાળકીને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં ફસાયેલ વસ્તુ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપી હતી. માતા-પિતા માટે ચેતવણીરૂપ:રાજકોટમાં 9 વર્ષની બાળકીને નાકમાં સાડા ત્રણ વર્ષથી ક્રેયોનના બે ટૂકડા ફસાયેલા હતા, તબીબે દૂરબીનથી બહાર કાઢ્યા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, Rajkot News, રાજકોટ

    આગામી સમાચાર