Home /News /rajkot /Rajkot: પહેલા દેશ માટે, હવે પેન્શન માટે લડાઇ લડે છે 95 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની, PMને લખ્યો પત્ર
Rajkot: પહેલા દેશ માટે, હવે પેન્શન માટે લડાઇ લડે છે 95 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની, PMને લખ્યો પત્ર
પેન્શન માટે લડાઇ
98 વર્ષના પત્રકાર અને સ્વાંત્ર્ય સેનાનીએ પહેલા દેશ માટે લડાઈ લડી અને હવે આ ઉંમરે પેન્શન માટે લડાઈ લડી રહ્યાં છે. આ ઉંમરે તેઓ એકલા જીવન વિતાવી રહ્યાં હોવાથી તેઓ આજે મદદ માટે સરકાર પાસે આજીજી કરી રહ્યાં છે.
Mustufa Lakdawala,Rajkot : 98 વર્ષના પત્રકાર અને સ્વાંત્ર્ય સેનાનીએ પહેલા દેશ માટે લડાઈ લડી અને હવે આ ઉંમરે પેન્શન માટે લડાઈ લડી રહ્યાં છે.આ ઉંમરે તેઓ એકલા જીવન વિતાવી રહ્યાં હોવાથી તેઓ આજે મદદ માટે સરકાર પાસે આજીજી કરી રહ્યાં છે.
98 વર્ષ જુની પેઢીના પત્રકાર અને સ્વાંત્ર્ય સેનાના મનસુખભાઈ પંચાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે પેન્શન આપવા માંગણી કરી છે.તેઓએ પત્ર લખીને જણાવ્યું છે કે હું સ્વાતંત્ર્ય સેનાની છું.મારી ઉંમર 98 વર્ષની છે.સ્વતંત્રતાની લડાઈમાં હું ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ હું મળી ચુક્યો છું.સરદાર વલ્લભભાઈ પટેલે મને કહ્યું હતું કે દેશભરમાં સાઈકલથી પ્રવાસ કરો.અને આપણા યુવાનોને માર્ગદર્શન આપો.
મનસુખભાઈ પંચાલે પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું કે મે લુહાર જ્ઞાતિજનો માટે બોર્ડિંગની ઝુંબેશ પણ ઉપાડી હતી.ઘણા વર્ષો પહેલા લુહાર જ્ઞાતિજનો માટે વિશ્વકર્મા વિજય પંચાલ અને ગેબી અવાજ નામનું સાપ્તાહિક ન્યુઝ પેપર પણ ચલાવતો હતો.તેમને વધુમાં જણાવ્યું કે મેં આશરે 50 વર્ષ સુધી દેશભરમાં આશરે સાડા અગિયાર લાખ કિ.મી.નો પ્રવાસ કર્યો છે.આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવચન અને માર્ગદર્શન આપ્યું હતું.
98 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ પંચાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગુહાર લગાવતા જણાવેય છે કે મેં આટલા વર્ષો સુધી દેશની સેવા કરી છે. આમ છતાં પણ મને માન સન્માન મળ્યું નથી.મને કોઈપણ જાતનું પેન્શન પણ આપવામાં આવતું નથી.તો સરકાર દ્વારા મારૂ માન સન્માન કરવામાં આવે અને પેન્શન પણ આપવામાં આવે.આ સાથે જ તેમને જણાવ્યું કે હાલ હું એકલો જ જીવનનિર્વાહ કરી રહ્યો છું.