Home /News /rajkot /Plant Tree: 80 વર્ષના મકીબેનને સલામ, દરરોજ 50-60 ડોલ ભરીને વૃક્ષોને પીવડાવે છે પાણી, 2500 વૃક્ષ દીકરાની જેમ મોટા કર્યા!.

Plant Tree: 80 વર્ષના મકીબેનને સલામ, દરરોજ 50-60 ડોલ ભરીને વૃક્ષોને પીવડાવે છે પાણી, 2500 વૃક્ષ દીકરાની જેમ મોટા કર્યા!.

X
ઓક્સિજનનું

ઓક્સિજનનું બેલેન્સ કરવા રાજકોટના 80 વર્ષના મકીબેન આપી રહ્યાં છે લીલુછમ યોગદાન

રાજકોટના 80 વર્ષના આ મકીબેન ઔધોગિક વિસ્તારમાં રહીને 2500થી વૃક્ષોને દરરોજ 60-70 ડોલ ડંકીએથી સિંચીને પાણી ભરે છે અને દરરોજ બે વખત વૃક્ષોને પીવડાવે છે.

Mustufa Lakdawala,Rajkot : આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર ઓક્સિજનનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે.જેના પાછળનું મુખ્ય કારણ વૃક્ષોનું આડેધડ છેદન છે.વૃક્ષો ઘટી રહ્યાં છે અને ઓક્સિજનનું સ્તર પર ઘટી રહ્યું છે.જેને લઈને લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અત્યારે લોકોને છાયડો જોઈએ છે પણ વૃક્ષો વાવવા નથી.ત્યારે વૃક્ષો વાવવાની વાત આવે ત્યારે યુવાનોને પણ શરમાવે તેવી ચુસ્તી સ્ફૂર્તિ ધરાવતા 80 વર્ષના મકીબેનને જરૂર યાદ કરવા પડે.કારણ કે તેઓ આ ઉંમરે પણ 2500થી વધુ વૃક્ષનું સારી રીતે ધ્યાન રાખી રહ્યાં છે અને તેનું જતન પણ કરી રહ્યાં છે.



રાજકોટના 80 વર્ષના આ મકીબેન ઔધોગિક વિસ્તારમાં રહીને 2500થી વૃક્ષોને દરરોજ 60-70 ડોલ ડંકીએથી સિંચીને પાણી ભરે છે અને દરરોજ બે વખત વૃક્ષોને પીવડાવે છે.ઔધોગિક વિસ્તારમાં ગરમી વધારે હોય છે એવામાં આ માજી જાતે બધા વૃક્ષોને પાણી પીવડાવે છે.



જો વિગતવાર વાત કરીએ તો રાજકોટ અટીકા વિસ્તાર કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે જ્યાં વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ કઠિન હોય છે. આવા વિસ્તારમાં મકીબેને અનેક ઔષધીય વૃક્ષો સહિત અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે. ઠંડી હોય કે તડકો હોય કે કોઈ પણ ઋતુ હોય પોતાની જાતે ડંકી માંથી જાતે પાણી સીંચી ડોલ દ્વારા દરેક વૃક્ષને તેઓ સવાર બપોર અને સાંજે પાણી પીવડાવે છે.

મકીબેને જણાવ્યું હતું કે 20 વર્ષથી ઝાડાનું ધ્યાન રાખુ છું.કોઈ ઝાડ બળી જાય તો તેને પાછો ઉછેર કરૂ છું.જે છોડ બળી જાતો હોય તેને હું પાણી અને ખાતર નાખીને ખામણો બનાવું છું અને તેને ફરી જીવતો કરૂ છું.ડંકીએથી પાણી સીચીને હું પાણી પાવ છું.દરરોજ 2 વાર પાણી પાવ છું.રોજની 50-60 ડોલ પાણી ધીમે ધીમે ભરીને આ છોડને પાવ છું.



માજીએ કહ્યું કે હું નિવૃત છું મારે બીજુ કંઈ કામ ન હોય એટલે હું ઝાડવાનું ધ્યાન રાખુ અને તેની સેવા કરૂ છું.જે ઝાડ ઔષધીમાં કામ આવે તેવા ઝાડ વધારે ઉછેરૂ છુ. ક્યાયથી રોપ મળે ઔષધીના રોપનો તો લઈને વાવી દવ છું. વૃક્ષનો વિકાસ થાય એ માટે દરેક પ્રયત્ન કરતા કરે છે. આજકાલ ઘટાદાર વૃક્ષો કાપી નાખવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે.ત્યારે દરેક માણસે મકીબેન માંથી પ્રેરણા લેવી જ જોઈએ.વૃક્ષો વાવીને આપણે પણ આપણી સામાજિક ફરજ બજાવવી જોઈએ.

સમગ્ર મામલે જીતુભાઈએ જણાવ્યું કે બા છેલ્લા 40 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે.વૃક્ષો વાવવા એ જ જાણે તેમના જીવનનું અભિયાન હોય તેમ સવાર બપોર અને સાંજના સમયે તેવો વૃક્ષની સેવામાં જ આપણને જોવા મળે છે. મકીબેને જણાવ્યું કે કોરોનાના સમયમાં જ્યારે ઓક્સિજનના ફાફા હતા એ સમયે આવા વૃક્ષોની કિંમત માણસને સમજાઈ હતી. માટે દરેક વ્યક્તિએ વૃક્ષો વાવીને પર્યાવરણની રક્ષામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
First published:

Tags: Environment, Local 18, Tree, રાજકોટ