Home /News /rajkot /Rajkot : 'ગોરા ગોરા મુખડા,...' રાજકોટની 8 વર્ષની પ્લેબેક સિંગરનું નવરાત્રી સ્પેશિયલ સોંગ રીલિઝ

Rajkot : 'ગોરા ગોરા મુખડા,...' રાજકોટની 8 વર્ષની પ્લેબેક સિંગરનું નવરાત્રી સ્પેશિયલ સોંગ રીલિઝ

આ ટેણકી ગીત ગાય એટલે તેના સૂરથી ભલભલા લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

રાજકોટની 8 વર્ષની પ્રિષા પટેલ ગીત ગાય એટલે તેના સૂરથી ભલભલા લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. હાલમાં જ પ્રિષાએ નવરાત્રીને લઈને ડીજે વિથ દાંડિયા સોન્ગ ગોરા ગોરા મુખડા ગાયું છે. જેને પોતાની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ પણ કરી દીધું છે

    Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે ને માં સરસ્વતીની કૃપા જેના પર પડી જાય તેને કઈ જરૂર પડતી નથી. આવું રાજકોટની 8 વર્ષની પ્રિષા પટેલ સાથે થયું છે. ટેણકી ગીત ગાય એટલે તેના સૂરથી ભલભલા લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. હાલમાં પ્રિષાએ નવરાત્રીને લઈને ડીજે વિથ દાંડિયા સોન્ગ ગોરા ગોરા મુખડા ગાયું છે. જેને પોતાની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ પણ કરી દીધું છે. ગીત નવરાત્રીમાં ધૂમ મચાવનાર છે. સુરીલા કંઠેથી ગાવાયેલું ગીતને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે.


    ચાર વર્ષની ઉંમરે ગીત ગાવાનું શરુ કર્યું


    પ્રિષાએ જણાવ્યું હતું કે, હું 8 વર્ષની છું. બધા ગાતા હોઈ ત્યારે મને લાગ્યું કે આવું મસ્ત તો મને પણ ગાવું ગમે. એટલે મેં 4 વર્ષની હતી ત્યારથી ગીતો ગાવાનું ચાલુ કર્યું. હાલ હું ટ્રેનિંગ લવ છું. ભવિષ્યમાં મારે સિંગર બનવું છે. મારાં પાપા બિઝનેસ કરે છે અને મમ્મી હાઉસ વાઈફ છે. આગળ જતા મારે સ્ટેજ પર જયને ગાવું છે. નવરાત્રીને લઈને ખાસ મેં ગીત બનાવ્યું છે જે ગુજરાતીમાં છે.




    હાલમાં જ પ્રિષાએ નવરાત્રીને લઈને ડીજે વિથ દાંડિયા સોન્ગ ગોરા ગોરા મુખડા ગાયું છે

    મોટી ફિલ્મમાં કામ કરવું છે


    પ્રિષાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં અત્યારસુધીમાં 10થી 11 ગીત ગાયા છે. હમણાં મેં ગોરા ગોરા મુખડા ગીત ગાયું છે જે હમણાં રિલીઝ થયું છે. બીજું નવું એક ગીત દીકરી તો આંગણે ઉછરતી વેલ જે એક અઠવાડિયામાં રિલીઝ થવાનું છે. ગીત મેં અંગ્રેજીમાં ગાયું છે. મારે મોટુ થઈને ફિલ્મમાં ગીત ગાવા છે.




    જેને પોતાની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ પણ કરી દીધું છે. આ ગીત નવરાત્રીમાં ધૂમ મચાવનાર છે. સુરીલા કંઠેથી ગાવાયેલું આ ગીતને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે

    પ્રિષાએ 15 શોર્ટ મુવીમાં કામ કર્યું છે


    પ્રિષા રાજકોટના કલાસીકમાં વિશારદ એવા અનવરભાઈ અને અતુલભાઇ પાસેથી કલાસીક મ્યુજીકની તાલીમ લે છે. પ્રિષાએ 15 શોર્ટ મુવી અને 11 ગુજરાતી હિન્દી સોંગ્સ તેમજ ઘણી બધી એડ કરી છે. ગોરા ગોરા મુખડા ગીત ડીજે વિથ દાંડિયા છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Navratri, Navratri 2022, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन