73 વર્ષના દાદીમાંએ કહ્યું કે જો શોખ હોય તો ઉંમર ક્યાંય નડતી નથી. મને તો મારો ખુદનો અનુભવ છે. કારણ કે હું છેલ્લા 8 વર્ષથી રોજ 2-3 કલાક સાયકલ ચલાવુ છું. દાદીમાએ કહ્યું કે મારો દીકરો પણ સાઇકલ ચલાવે છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટના રેષકોર્ષમાં રિંગ પર સાયકલોફોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5-5 વર્ષના ટેણીયાથી લઈને 73 વર્ષ સુધીના વૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો. 73 વર્ષના એક દાદીએ ટેણીયાઓની વચ્ચે એવી રીતે સાયકલ ચલાવી હતી કે બધા જ જોતા રહી ગયા હતા.
દાદીની ઉંમર ભલે 73 વર્ષની હોય પણ તે સાયકલ ચલાવે તો જુવાનીયાઓ પણ શરમાઈ જાય. દાદીએ 20 કિમીની સાયકલ રેસમાં ભાગ લીધો હતો. જેમાં દાદીમાંએ જોશ અને ઉત્સાહ સાથે એવી રીતે સાયકલ ચલાવી કે જુવાનિયાઓ પણ તેને જોતા રહી ગયા હતા.
73 વર્ષના દાદીના નખમાં પણ રોગ નથી સાયકલ ચલાવી પોતાની ફિટનેસનો પરિચય આપતા 73 વર્ષના ઉષાબેન રાજદેવ જણાવ્યું હતું કે મને નાનપણથી જ સાયકલ ચલાવવાનો શોખ છે અને 2015માં સાયકલ ક્લબની સ્થાપના થઇ ત્યારથી હું તેમાં મેમ્બર છું. જ્યારે પણ સાયક્લોફોનનું આયોજન થાય તેમાં હું ભાગ લવ છું. કાલે પણ 20 કિલોમીટર ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
રોજ 2-3 કલાક ચલાવે છે સાયકલ દાદીમાંએ કહ્યું કે અત્યાર સુધી મેં સાયકલ ચલાવવાનું ચાલુ રાખ્યું છે જેને કારણે મારો શોખ પણ પૂરો થઈ રહ્યો છે અને મને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવા એક પણ રોગ નથી. આ સાથે જ રેગ્યુલર કોઈ દવા પણ લેવી પડતી નથી. દરરોજ બેથી ત્રણ કલાક સાયકલિંગ કરી 20થી 25 કિલોમીટર સાયકલ ચલાવું છું.
મારી વહુ પણ રોજ સાઈકલ ચલાવે છે 73 વર્ષના દાદીમાંએ કહ્યું કે જો શોખ હોય તો ઉંમર ક્યાંય નડતી નથી. મને તો મારો ખુદનો અનુભવ છે. કારણ કે હું છેલ્લા 8 વર્ષથી રોજ 2-3 કલાક સાયકલ ચલાવુ છું. દાદીમાએ કહ્યું કે મારો દીકરો પણ સાઇકલ ચલાવે છે. મારો ભત્રીજો અને તેની વહુ પણ રોજની 20 કિલોમીટર સાઇકલ ચલાવે છે.
રેસકોર્સ મેદાન ખાતે સાયક્લોફનનું આયોજન સાયકલોફોનમાં 8 હજારથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ભાગ લીધો હતો. તંદુરસ્ત રાજકોટ- સ્વસ્થ રાજકોટના ઉદેશને ચરિતાર્થ કરવા આ વર્ષે કોર્પોરેશન, રોટરી મીડટાઉન કલબ, સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મેયર પ્રદીપ ડવ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ ધારાસભ્યો હસ્તે સાયકલ રાઈડને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. આ સાયકલોફોનમાં 5-5 વર્ષના ટેણીયાઓ જે રીતે સાયકલ ચલાવતા હતા અને 73 વર્ષના દાદી જે રીતે સાયકલ ચલાવતા હતા તે જોયા જેવુ હતું.
તમને જણાવી દયે કે છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ માત્ર વર્ચ્યુઅલી મતલબ કે સાયકલીસ્ટો પોતપોતાની રીતે સાયકલ ચલાવી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે તમામ સાયકલીસ્ટોને એકઠા કરીને રસ્તાઓ પર સાયકલ રાઈડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 અને 20 કિલોમીટર એમ બે અલગ અલગ રાઈડ ઇવેન્ટ કરી સાયકલિસ્ટો ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
આ સાયક્લોફનમાં લોકોની સલામતિ માટે 1 એસીપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ, 119 પોલીસ, 291 ટીઆરબી, 193 હોમગાર્ડઝ સહિત 500થી વધારો જવાનોનો સ્ટાફ ખડેપગે રહી ફરજ બજાવી હતી.