દિલિપભાઈએ જણાવ્યું હતું કે હું અને મારી સાયકલ અમે એક બીજાની સવારી.જયાં હું ત્યાં મારી સાયકલ.કોઈ પણ નાની મોટી વસ્તુ લેવી હોય તો હું આ સાયકલ લઈને જ જાવ છું.
Mustufa Lakdawala,Rajkot : આજે અમે તમને રાજકોટના એક એવા વ્યક્તિ સાથે પરિચય કરાવવા જઈ રહ્યાં છીએ કે જેઓ 60થી વધુ ઉંમરના હોવા છતાં આજે પણ તેઓ સાયકલથી જ મુસાફરી કરી છે. કામકાજમાં તો પોતે શહેરમાં સાયકલનો ઉપયોગ કરે જ છે.પરંતુ બાર ગાવે પણ સાયકલ લઈ પ્રયાસ ખેડે છે. તેમને સૌરાષ્ટ્ર કચ્છનો પ્રવાસ પણ સાયકલથી ખેડ્યો છે.
આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યાં છીએ તેઓ રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર રામાપીર ચોકડી પાસે રહેતા અને પુત્રની સાથે કેકેવી ચોક પાસેની શેરીમાં નાસ્તાની લારી ચલાવતા દિલીપભાઈ અમૃતભાઈ પાઠક કે આજે 62 વર્ષની ઉંમરે પણ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફર્તિ ધરાવે છે. ત્યારે 62 વર્ષીય દિલીપભાઈ 16 દિવસમાં 1700 કિમી દુર રાજકોટથી અયોધ્યા પહોંચ્યા હતાં.એ પણ બેટી બચાવોના સૂત્ર સાથે.
દિલિપભાઈએ જણાવ્યું હતું કે હું અને મારી સાયકલ અમે એક બીજાની સવારી.જયાં હું ત્યાં મારી સાયકલ.કોઈ પણ નાની મોટી વસ્તુ લેવી હોય તો હું આ સાયકલ લઈને જ જાવ છું.દિલિપભાઈએ સૌ પ્રથમ સાયકલથી પ્રવાસની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરીને કરી હતી.જે બાદ તેઓ અલગ અલગ જગ્યાના પ્રવાસ કરતા રહ્યાં.ત્યારે દિલિપભાઈને અયોધ્યા જવાની ઈચ્છા થઈ તો તેઓ 6 ફેબ્રુઆરીએ સાયકલ લઈને નીકળી પડ્યા અને 16 દિવસમાં એટલે કે 21 ફેબ્રુઆરીએ તેઓ અયોધ્યા પહોંચ્યા અને રામ લલ્લાના દર્શન કર્યા.
દિલિપભાઈ દર્શન કર્યા પછી તરત જ રાજકોટ પરત આવ્યા હતા અને પોતાના કામ ધંધે લાગી ગયા હતા.ત્યારે હવે 6 જ્યોતિલિંગના દર્શન સાયકલના પ્રવાસથી પુરા કરવા છે તેવો વિચાર પણ મનમાં દ્રઢ કરી લીધો છે. ત્યારે આ સફર વિશે વાત કરતા દિલીપભાઈએ કહ્યું કે હું રોજ 100 કિમીનો પ્રવાસ કરતો હતો.તેઓ 5 દિવસ ગુજરાત, 6 દિવસ રાજસ્થાન અને 5 દિવસ યુપીમાં રહ્યાં હતાં.સાયકલ યાત્રા દરમિયાન તેમને સાયકલ આગળ રાજકોટથી અયોધ્યા અને બેટી બચાવોનું બોર્ડ લગાવ્યું હોવાથી પ્રવાસી તરીકે ગામના લોકો માનભેર આવકારતા અને સ્વાગત સન્માન કરતા હતા.
62 વર્ષની ઉંમરે દિલીપભાઈના નખમાં પણ રોગ નથી. દિલીપભાઈ પ્રવાસમાંથી ફરીને આવ્યા બાદ સાયકલને જનરલ સર્વિસમાં મુકી અને અપટુડેટ બનાવે છે. પ્રવાસ દરમિયાન વધુ લગેજ સાયકલ પર હોય તો વધુ ચાલી ન શકે.એટલા માટે બે જોડી કપડાં, હવા ભરવાનો પંપ, પંકચરનો સામાન, ટયુબ અને રોજની ચીજવસ્તુઓ જ બેગમાં રાખતા હતા.