Home /News /rajkot /રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મીના અપહરણ-લૂંટ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓ ઝડપાયા

રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મીના અપહરણ-લૂંટ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓ ઝડપાયા

અપહરણ-લૂંટ કેસમાં સંડોવાયેલા સુરતના ચાર અને જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ

રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મીના અપહરણ-લૂંટ કેસમાં સંડોવાયેલા સુરતના ચાર અને જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ, 20 લાખ રૂપિયાની કરી હતી માંગણી

રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા પાસે 35 વર્ષીય વિશાલ સાવલિયા નામના વ્યક્તિનું લૂંટના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગણતરીના જ દિવસોમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા અપહરણ તેમજ લૂંટની ઘટનામાં સામેલ 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોનાનો ચેઈન, લૂંટમાં ગયેલ ફોન, રોકડ, મોબાઇલ ફોન તેમજ i20 કાર સહિત કુલ ₹7,24,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરનારા વ્યક્તિનું ગત 29મી તારીખના રોજ સાંજના સમયે અપહરણ કરવામાં આવ્યું હતું.

20 લાખ રૂપિયાની માંગણી કરી હતી

આ સમગ્ર મામલે વિશાલ સાવલિયા દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 365, 323, 392, 120 (બી), 506 (2) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી દ્વારા આરોપીઓએ તેની પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ આરોપીઓ દ્વારા સોનાની ચેઇન, મોબાઇલ ફોન, રોકડ સહિતની લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ: સગીરાનું અપહરણ કરી શારીરિક સ્પર્શ કરવા બદલ બે ભાઈઓની ધરપકડ

સુરતના ચાર અને જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ

ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરતના ચાર અને જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કિશન દુધાત્રા જુનાગઢ, મીત ઝાલાવાડીયા સુરત, દીપક ભડીયાડ્રા સુરત, નિકિત માલવિયા સુરત, ધ્રુવ રાબડીયા સુરતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ સફેદ કલરની i20 કાર દ્વારા જૂનાગઢથી વડીયા થઈ અમરનગર થઈ સુરત તરફ જઈ રહ્યા છે. ત્યારે અમરનગર ગામે વડીયા તરફ જવાના રસ્તે વોચ ગોઠવતા આરોપીઓ ઝડપાઈ ગયા હતા.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે કામ કરે છે. તેમજ તે રોજ બેંકના કામે જૂનાગઢથી પાંચપીપળા ખાતે ટુ-વ્હીલરના માધ્યમથી અપડાઉન કરે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો