Home /News /rajkot /રાજકોટમાં ક્રિકેટ રમતા મોતઃ મેદાનમાં અચાનક ઢળી પડેલા 45 વર્ષના યુવકનો જીવ ગયો

રાજકોટમાં ક્રિકેટ રમતા મોતઃ મેદાનમાં અચાનક ઢળી પડેલા 45 વર્ષના યુવકનો જીવ ગયો

રાજકોટમાં યુવાનનું ક્રિકેટ રમતા થયું મોત

Rajkot Cricket Death: રાજકોટમાં યુવકનું રમતા-રમતા મોત થયાની વધુ એક ઘટના બની છે. આ વખતે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમી રહેલા 45 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો છે. આ બનાથી પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી ઘટના બની છે. મૃતક પોતાની પાછળ બે બાળકો, પત્ની અને પરિવારના અન્ય સભ્યોને વિલાપ કરતા મૂકી ગયા છે.

વધુ જુઓ ...
રાજકોટઃ જિલ્લામાં ક્રિકેટ રમતા-રમતા વધુ એક યુવકનું મોત થઈ ગયું છે. આ વખતે રેસકોર્સ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતા 45 વર્ષના મયૂર મકવાણા નામના યુવકનું અચાનક આવેલા કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનામાં રમતા-રમતા મોતની આ લગભગ 8મી ઘટના છે. સતત રમત, જીમ કે ડાન્સ દરમિયાન બનતી મોતની ઘટના સામે આવતા તેને કોરોના સાથે સાંકળીને જોવામાં આવે છે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ રિસર્ચ થયું નથી. જોકે, કોરોના બાદ સતત બની રહેલી આ ઘટના અંગે એક્સપર્ટ ડૉક્ટર દ્વારા ખાસ કાળજી રાખવાની અને અચાનક ભારે શારીરિક કષ્ટ ના ઉઠાવવાની સલાહ આપવામાં આવે છે.

રવિવારની રજા હોવાથી મયૂર મકવાણા નામના યુવક અન્ય મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા જોકે, અહીં તેમને અચાનક તકલીફ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જોકે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો. પરિવારના સભ્યોને આ ઘટના અંગે જાણ થતા તેમને પણ ભારે આંચકો લાગ્યો છે.


મયૂરના મામા શાંતિભાઈ પરમારે આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે, મારો ભાણો મયૂર ક્રિકેટ રમવા માટે ગયો હતો અને તેની બેટિંગ બાદ તે ઉભો હતો અને અચાનક ગભરામણ થતા પડી ગયો હતો. આ જોઈને તેની સાથે રહેલા મિત્રોએ 108ને ફોન કરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પછી ત્યાંથી તેને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મામાએ જણાવ્યું કે ભાણાને કોઈ જાતનું વ્યસન નહોતું અને તે સોની કામ કરતો હતો.

મૃતક મયૂર પરણિત હતા અને તેમના બે બાળકો તથા પત્નીને અને પરિવારના સભ્યોને તેઓ વિલાપ કરતા મૂકી ગયા છે.


મૃતક મયૂરના મિત્રો તથા સગા તાત્કાલિક ઘટનાની જાણ થતા હોસ્પિટલ પહોંચ્યા હતા. મયૂરની તબિયત બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લવાયા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નથી. ફેબ્રુઆરીમાં રમતા-રમતા મોતની આ 7મી ઘટના બની છે. આ સિવાય રાજ્ય તથા દેશમાં ડાન્સ કરતી વખતે કે જીમમાં એક્સર્સાઈઝ કરતી વખતે પણ મોત થઈ રહ્યા હોવાની ઘટના બની છે.
First published:

Tags: Rajkot Civil Hospital, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો