Home /News /rajkot /Rajkot: Cyber crimeમાં 3 હજાર લોકોએ રૂપિયા ગુમાવ્યા, પોલીસે આવી રીતે 2 કરોડ પાછા અપાવ્યા

Rajkot: Cyber crimeમાં 3 હજાર લોકોએ રૂપિયા ગુમાવ્યા, પોલીસે આવી રીતે 2 કરોડ પાછા અપાવ્યા

X
સાઇબર

સાઇબર ક્રાઇમની ઘટનામાં વધારો

સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. રાજકોટમાં એક વર્ષમાં ત્રણ હજાર સાયબર ક્રાઇમની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સાયબર આરોપી લોકો પાસેથી પૈરા ખંખેરી રહ્યાં છે. બે કરોડ રૂપિયા પોલીસે પરત મેળવ્યાં છે.

Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.તેમજ સાયબરક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. તંત્ર દ્વારા અવરનેસના કાર્યક્રમો કરવા છતાં લોકો આવી ઘટનાઓનો ભોગ બની રહ્યાં છે.ત્યારે રાજકોટમાં દરરોજની 8-10 ફરિયાદ સાયબર ક્રાઈમની નોંધાઈ છે.

વર્ષ 3 હજાર પોલીસ ફરિયાદ નોધાઇ


પોલીસ અધિકારીનું કહેવુ છે કે, જો તમારી સાથે આવી કોઈ ઘટના બને તો તમે પૈસા ન ચુકવવો અને પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસની મદદ લો. જેથી વહેલા અમે કાર્યવાહી કરી શકીએ. આ પ્રકારની ફરિયાદ પોલીસ ચોપડે આખા વર્ષમાં 3 હજાર ફરિયાદ નોંધાઈ છે. રોજની 8-10 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પોલીસ બે કરોડ રૂપિયા પરત મેળવવામાં સફળ


ફરિયાદોમાં કરોડો રૂપિયાની રકમ લોકોએ ગુમાવેલી છે.પણ પોલીસે અત્યાર સુધીમાં દોઢથી 2 કરોડ રૂપિયાની રકમ પાછી મેળવવામાં સફળ રહ્યાં છે. આમ લોકો જો થોડી સાવચેતી રાખે તો આવી ઘટનાઓ બનતા અટકી શકે છે.

આ પણ વાંચો: નવસારી: પતિના મોતની ખબર સાંભળી પત્નીએ છોડ્યા પ્રાણ

અભદ્ર વીડિયો ઉતારીને બ્લેકમેઇલ કરવામાં આવે


રાજકોટ સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, સૌથી વધુ જો કોઈ ફરિયાદ નોંધાઈ હોય તો તે છે અભદ્ર વીડિયો ઉતારીને છોકરાઓને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાની.પોલીસનું કહેવું છે કે, સોશિયલ મીડિયાના મારફતે સામે વાળી વ્યક્તિ છોકરાને મેસેજ કરે છે અને પછી તરત વીડિયો કોલમાં વાતચીત શરૂ જાય છે.

સમાજનાં ડરે લોકો લાખો રૂપિયા આપી દે


બાદ અભદ્ર માંગણીઓ કરવામાં આવે છે અને તેનો તે વીડિયો રેકોર્ડ કરી લે છે.પછી તે જ વીડિયોનો ઉપયોગ કરીને છોકરીઓને બ્લેકમેઈલ કરવામાં આવે છે.અને પછી તેમની પાસેથી પૈસા પડાવે છે.પોલીસ તંત્ર દ્વારા લોકોને અવરનેસ આપવામાંઆવે છે. તેમ છતાં લોકો પુરતુ ધ્યાન આપતા નથી અને તેઓ આવી ઘટનાનો ભોગ બને છે. સમાજમાં બદનામીના ડરના કારણે લોકો પૈસા ચુકવી દે છે અને આવી ઘટનાઓનો વારંવાર ભોગ બને છે. આવા કેસમાં ઘણા લોકો 10, 15 લાખ જેવી રકમ ગુમાવેલી છે. જે બાબતે બાદમાં ફરિયાદ નોંધાઈ છે.


એવી એપનો ઉપયોગ કરે કે પોલીસ પહોચી શકતી નથી


ક્રિમિનલ પણ ખુબ શાતિર હોય છે, તેઓ બહારની કન્ટ્રીના મોબાઈલ નંબર યુઝ કરે છે અને છોકરીઓને પોતાનો શિકાર બનાવે છે.આરોપીઓ એવી એવી એપનો ઉપયોગ કરે છે કે, તેના સુધી પહોંચવુ પણ અમારા માટે થોડુ અઘરૂ બની જાય છે. આ સાથે જ પૈસા રિકવર કરવા અમારા માટે અઘરા બની જાય છે.
First published:

Tags: CYBER CRIME, Cyber fraud, Gujarati Police, Local 18, Rajkot News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો