માટી બચાવવા 17 વર્ષના સાહિલે લીધો સંકલ્પ, સાયકલ યાત્રા શરૂ કરી રાજકોટ પહોંચ્યો
સાહિલે કહ્યું કે તમે રોજ 10 મિનિટ તમારો સમય કાઢીનો સોશિયલ મીડિયા પર માટી બચાવો માટેનું અભિયાન ચલાવો.જેથી આપણી માટી બચે અને લોકોમાં તેના પ્રત્યે જાગૃતતા આવે.
Mustufa Lakdawala,Rajkot : આજના જમાનાના કોઈ પણ ટીનેજને લઈ લો તેનું સપનું પોતાના સપના પુરા કરવાનું અને હરવા ફરવાનું હોય છે.પણ આજે અમે તમને એક એવા ટીનેજ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેને નાની ઉંમરમાં માટી બચાવો અભિયાનની યાત્રા શરૂ કરી છે અને એ પણ સાયકલ પર. આવો જાણીએ આ 17 વર્ષના સાહિલ વિશે કે તેનું લક્ષ્ય શું છે અત્યાર સુધીમાં તેને શું કર્યું છે.
પશ્ચિમ બંગાળના સાહિલ ઝાએ 10 મું ધોરણ પાસ કરેલુ છે. આ સાહિલે માટી બચાવો અભિયાનના સંદેશને ફેલાવવા માટે ભારતભરમાં સાયકલિંગ ચાલુ કર્યું છે. ત્યારે તે રાજકોટ પહોંચ્યો છે.રાજકોટમાં સાહિલ સનસાઈન સ્કૂલ મોટામવાના વિદ્યાર્થીઓને મળ્યો અને જે બાદ તે સાગર પોલિટેકનિકની મુલાકાત લીધી.જ્યાં તેને પોતાના અભિયાન વિશે માહિતી આપી હતી.
સાહિલ ઝાના નિઃસ્વાર્થ પ્રયત્નોને જોઈને ધ રાજકોટ રહાનડોનેર્સ અને રોટરી ક્લબ ઓફ રાજકોટના સાયકલિસ્ટ્સએ સાથે મળીને સાહિલ સાથે 12 માર્ચે સવારે 6 વાગ્યાથી ઇન્દિરા સર્કલથી શરૂ થતી એક સાઇકલ યાત્રા આયોજિત કરી હતી.જ્યાં સાહિલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સાહિલે માટી બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું હતું કે તમે માટી બચાવો અભિયાન સોશિયલ મીડિયા દ્વારા પણ કરી શકો છો તમે પોસ્ટ કરીને #savesoil યુઝ કરીને પોસ્ટ કરી શકો છો.લોકોને માટી બચાવવા માટે તમે જાગૃત કરી શકો છો.આપણા શરીરનું નબળુ પડવું આ એક સંકેત છે કે માટીમાંથી મળતા પોષણતત્વો ધીમે ધીમે નાબુત થઈ રહ્યાં છે.
સાહિલે કહ્યું કે તમે રોજ 10 મિનિટ તમારો સમય કાઢીનો સોશિયલ મીડિયા પર માટી બચાવો માટેનું અભિયાન ચલાવો.જેથી આપણી માટી બચે અને લોકોમાં તેના પ્રત્યે જાગૃતતા આવે.શાહિલ છેલ્લા 10 મહિના અને 10 દિવસથી સાયકલ પર આ અભિયાન ચલાવી રહ્યો છે.
સાહિલને આ પ્રેરણા ક્યાંથી મળી?
માટી બચાવો અભિયાન સદ્ગુરુ દ્વારા માટીની બગડતી સ્થિતિ વિશે જાગૃતતા લાવવા અને સરકારને નીતિગત ફેરફાર લાવવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે સદ્ગુરુએ 100 દિવસમાં 30,000 કિલોમીટરની એકલા બાઈક સવાર તરીકેની વિશાળ યાત્રા હાથ ધરી હતી. જેમાં તેઓ 27 દેશોમાંથી પસાર થયા હતા. આ અભિયાન 3.91 અબજ લોકો સુધી પહોંચ્યું હતું. સદ્ગુરુની માટી બચાવવાની હાકલને સાંભળીને સાહિલ ઝાએ અભિયાનના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેની આ પ્રેરણાત્મક સાઇકલ યાત્રા શરૂ કરી હતી.
સાહિલે તેની યાત્રા મે 2022માં શરૂ કરી. તે સમયે જયારે ગુજરાતે માટી બચાવો અભિયાન સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) સાઈન કર્યા. ત્યારથી આ જોશીલા તરુણે આકરા હવામાન અને મુશ્કેલ વિસ્તારોમાંથી પસાર થઈને નવ રાજ્યોમાંથી યાત્રા કરી છે.
સાહિલ ફેબ્રુઆરીમાં ગુજરાત પહોંચ્યો. રાજકોટ આવતા પહેલા સાહિલે એકલા વડોદરામાં જ 14 ઈવેન્ટમાં ભાગ લીધો. તેણે સુરત, વાપી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, આનંદ, નડિયાદ અને ખેડામાંથી પણ યાત્રા કરી છે. ત્યારથી તે નવસારીથી લોકસભાના સભ્ય અને બીજેપીના પ્રેસિડેન્ટ સી. આર. પાટીલ અને વડોદરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાને મળી ચુક્યો છે અને તેમણે આ અભિયાનને તેમનું સમર્થન આપ્યું છે. સાહિલે તેની યાત્રાના ભાગરૂપે આઇકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી.
સાહિલે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથેની 600થી વધારે લોકલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે અને ઘણા મહત્ત્વના લોકોને મળીને વૈશ્વિક અભિયાન માટી બચાવોને સપોર્ટ કરવા વિનંતી કરી છે.