Home /News /rajkot /રાજકોટમાં મહિલા ડ્રગ્સ પેડલરનો આતંક? કંટાળીને સગીરાએ ફિનાઈલ પીધું, પ્રેમી ડ્રગ્સ વેચવા દબાણ કર્યાનો પિતાનો આક્ષેપ

રાજકોટમાં મહિલા ડ્રગ્સ પેડલરનો આતંક? કંટાળીને સગીરાએ ફિનાઈલ પીધું, પ્રેમી ડ્રગ્સ વેચવા દબાણ કર્યાનો પિતાનો આક્ષેપ

મૃત પુત્રી અને પિતાની તસવીર

rajkot crime news: પિતાએ ડ્રગ્સ પેડલર મહિલાના (Drugs peddler woman) ત્રાસથી કંટાળી ફિનાઇલ પી લીધું હોવાનું જણાવ્યું છે. તો સાથે જ મહિલા અને તેનો બોયફ્રેન્ડ સગીરાને ડ્રગ્સ વેચવા દબાણ (Boyfriend forces girl to sell drugs) કરતો હતો.

વધુ જુઓ ...
રાજકોટઃ રાજકોટ શહેરના (rajkot city) યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં એક 17 વર્ષીય સગીરાએ ફિનાઇલ પી લીધાનો (minor girl suicide) બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે સગીરાને ગંભીર અસર પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (civil hospital) ખાતે ખસેડવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં સગીરાએ તેમજ તેના પિતાએ ડ્રગ્સ પેડલર મહિલાના (Drugs peddler woman) ત્રાસથી કંટાળી ફિનાઇલ પી લીધું હોવાનું જણાવ્યું છે. તો સાથે જ મહિલા અને તેનો બોયફ્રેન્ડ સગીરાને ડ્રગ્સ વેચવા દબાણ (Boyfriend forces girl to sell drugs) કરતો હોવાનું પણ સગીરાએ તેમજ તેના પિતાએ જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભગત સિંહ ગાર્ડન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા વહેલી સવારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને ગંભીર અસર પહોંચી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સવારે પાંચ વાગ્યે સગીરાને ખસેડવામાં આવતા ઘટનાની જાણ હોસ્પિટલ ચોકી દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી.

ઘટના અંગે મીડિયા સાથેની વાતચીતમાં સગીરાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ ઘંટેશ્વર પાસે રહેતા હતા જ્યાં હું બ્યુટીપાર્લરમાં બેસતી હતી. આ સમયે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા માટે એક મહિલા આવી હતી તેણે પોતાના પર્સમાંથી મને વસ્તુ કાઢવા માટેનું કહ્યું હતું. જ્યારે મેં તે મહિલાના પર્સમાંથી એક પડીકી કાઢી ત્યારે તેણે તે પડી સાથે મારો ફોટો પાડી લીધો હતો.

આ પણ વાંચોઃ-shocking: કપલ રોમાંસમાં થયું ગળાડૂબ, સંબંધ બાંધતી વખતે પતિ પહોંચ્યો મોતના મુખ સુધી

ત્યારબાદ મને કહ્યું હતું કે હું જે પડીકી આપુ તે તારે તારા પાર્લરમાં મારા કહેવાથી જે લોકો આવે તેને આપી દેવાના રહેશે. જો તું આવું નહીં કરે તો મેં તારો ફોટો પાડી લીધો છે તે પડીકામાં ડ્રગ્સ છે અને તું ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવું હું પોલીસને કહી દઈશ. આમ ધમકી આપીને મને નશાના કારોબાર માં સંડોવણી હતી. ડ્રગ્સ મહિલા અવારનવાર જે પડીકા આપી જતી હતી તે અજાણ્યા લોકો આવીને લઈ જતા હતા.

આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

સગીરાએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા બે મહિનાથી ભગત સિંહ ગાર્ડન પાસે રહેવા આવી ગયા છીએ. ત્યારે ગત રાત્રે મારા માતા-પિતા બહાર હતા અને ઘરે હું અને મારા દાદી હાજર હતા. આ સમયે રાત્રિના 11 વાગ્યે એક છોકરો અમારા ઘરમાં ઘૂસી આવ્યો હતો તે ડ્રગ્સ પેડલર મહિલાનો પાર્ટનર છે. તેણે મને પાર્સલ પાછળના ભાગે પહોંચાડી દેવા કહેતા મેં તેને ના પાડી હતી જે બાબતે તેમને ધમકી આપતો હતો તે દરમિયાન દાદીમાં જાગી જતાં તે ગભરાઈને ભાગી ગયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ ડોક્ટરે કર્યો આપઘાત, પુત્રીના મોતથી માતાનું હૈયાફાટ રુદન

યુવાને આપેલી ધમકીના કારણે હું પણ ગભરાઈ ગઈ હતી અને આખી રાત મૂંઝવણમાં રહ્યા બાદ મેં સવારે ફિનાઈલ પી લીધી હતી. ત્યારે ખરા અર્થમાં સગીરાએ મીડિયાને જણાવેલી કહાની માં કેટલું સત્ય છે કેટલું અસત્ય છે તે બાબતે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સગીરાના ગંભીર આક્ષેપો ને ધ્યાનમાં લઇ ખૂબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સરકારી બસમાં MD ડ્રગ્સ લાવી વેપાર કરતા બે ઝડપાયા, પોલીસને ચકમો આપવા બદલી હતી મોડસઓપરેન્ડ

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે એક ક્રિકેટરની માતા મીડિયા સમક્ષ આવી હતી એને કઈ રીતે પોતાનો પુત્ર અને પોતાની પૂર્વ પુત્રવધુ ડ્રગ્સના ચંગુલ માં ફસાઈ ગયા છે તેની કહાની કહી હતી.

જે મામલે રાજકોટ પોલીસે તપાસ કરતા મહિલા નો પુત્ર અને તેની પૂર્વ પુત્ર વધુ ડ્રગ્સ લીધેલી હાલતમાં ઝડપાઇ ગયા છે. જે બાદ રાજકોટ પોલીસે વધુ તપાસ કરતા અન્ય લોકો પણ નશાના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.  જેમના વિરુદ્ધ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Published by:Ankit Patel
First published:

Tags: Crime news, Drugs racket, Gujarat Drugs, Gujarati News News, Rajkot News