Home /News /rajkot /

મોટાબાપુની હેવાનિયત: રાજકોટના ગોંડલમાં 15 વર્ષની તરુણી માતા બની; પોલીસે નરાધમની કરી ધરપકડ

મોટાબાપુની હેવાનિયત: રાજકોટના ગોંડલમાં 15 વર્ષની તરુણી માતા બની; પોલીસે નરાધમની કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Gondal civil hospital: આ કેસની અન્ય ચોંકાવનારી વિગતો એવી છે કે પીડિત સગીરાના પિતાનું સાત વર્ષ પહેલા અવસાન થયું છે. જે બાદમાં તેની માતાએ બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા અને ભાગી ગઈ હતી.

    રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 15 વર્ષની તરુણી માતા (Teenager give birth) બની છે. તરુણીએ બાળકને જન્મ આપતા તેણી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. આ બનાવ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. તરુણીએ ગોંડલ શહેરની સિવિલ હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ પોલીસ (Gondal Police)ને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તેને સાંભળીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

    મળતી માહિતી પ્રમાણે ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં ફક્ત 15 વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપ્યો છે. પોલીસ તપાસ દરમિયાન તરુણીના મોટાબાપુ (પિતાના મોટાભાઈ)એ મધ્યપ્રદેશ ખાતે તરુણી પર દુષ્કર્મ આચર્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં ફરિયાદ બાદ મધ્ય પ્રદેશ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

    સગીરા મજૂરી કામ માટે આવી હતી


    એવી પણ માહિતી મળી છે કે સગીરા મૂળ મધ્ય પ્રદેશની વતની છે. સગીરા બે દિવસ પહેલા જ ગોંડલ તાલુકાના હડમતાળા ગામ (Hadamtala village) ખાતે મજૂરી માટે આવી હતી. આ દરમિયાન દુઃખાવો ઉપડતા તેણીને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન એવી વિગતો ખુલી છે કે તરુણી પર તેના પિતાના મોટાભાઈએ જ મધ્ય પ્રદેશમાં દુષ્કર્મ આચર્યું હતું.

    જમવાનું આપવાની લાલચે દુષ્કર્મ ગુજાર્યું


    એવી વિગત સામે આવી છે કે તરુણી મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પોતાના દાદ-દાદી સાથે રહેતી હતી. તેની બાજુમાં તેના મોટાબાપુ એટલે કે પિતાના મોટાભાઈ રહેતા હતા. એક દિવસ તરુણીના મોટાબાપુએ તેણીને જમવાની લાલચ આપીને ઘરમાં બોલાવી હતી. બાદમાં તેણે પોતાની હવસ સંતોષી હતી. આ બનાવ બાદ તરુણી એટલી ડરી ગઈ હતી કે કોઈને વાત પણ કરી શકી ન હતી.

    આ પણ વાંચો: અકસ્માત બાદ પૂર્વ સાંસદના કાર ચાલકે એસટી બસના ડ્રાઇવરને માર્યો માર

    પિતાનું સાત વર્ષ પહેલા અવસાન


    આ કેસની અન્ય ચોંકાવનારી વિગતો એવી છે કે પીડિત સગીરાના પિતાનું સાત વર્ષ પહેલા અવસાન થયું છે. જે બાદમાં તેની માતાએ બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા અને ભાગી ગઈ હતી. તરુણી અને તેનો ભાઈ તેના દાદા-દાદી સાથે રહેતા હતા. દરમિયાન પિતાના મોટાભાઈએ દુષ્કર્મ આચરતા તરુણી પ્રેગનેન્ટ થઈ હતી. આ અંગેની ફરિયાદ બાદ પોલીસે તરુણીના મોટાબાપુની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

    આ પણ વાંચો: દારૂની હેરાફેરીનો આ નુસખો તો કોઈ ભેજાબાજના જ દિમાગમાં આવે!

    એવી પણ વિગતો સામે આવી છે કે તરુણી હડમતાળા ગામ ખાતે રહેતા તેના કાકા-કાકી પાસે આવી હતી. તરુણીના કાકા અને કાકી હડમતાળા ગામ ખાતે મજૂરી કામ કરે છે. તરુણીએ એક બાળકીને જન્મ આપ્યો હોવાથી હાલ તેના કાકા-કાકી નવજાત અને તરુણી બંનેની સારસંભાળ લઈ રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુનો, ગોંડલ, પોલીસ, રાજકોટ

    આગામી સમાચાર