Home /News /rajkot /

ગોંડલમાં આ શું થઈ રહ્યું છે? 18 દિવસમાં 15 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું!

ગોંડલમાં આ શું થઈ રહ્યું છે? 18 દિવસમાં 15 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું!

આપઘાતના કેસમાં વધારો (પ્રતીકાત્મક તસવીર)

Gondal Latest news: જીવનને દીર્ઘદ્રષ્ટિથી જોવાને બદલે નાની એવી બાબતમાં લાગી આવતાં ફાંસો ખાઇ લેવાના બનાવમાં વધારો થતાં સમગ્ર સમાજ માટે આ બાબત ચિંતાજનક બની ૨હી છે. જોકે, આવી ઘટના રોકવા શું થઇ શકે તે બાબતે સમાજે અને વાલીઓએ આત્મમંથન કરવાની જરૂર છે.

વધુ જુઓ ...
  હાર્દિક જોશી, રાજકોટ: ગોંડલ શહેર અને પંથકમાં છેલ્લા થોડા સમયથી આપધાત કરી જીવન ટૂંકાવી લેવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો જોઇએ તો 18 દિવસમાં 2 મહિલા અને 1 તરૂણ સહિત કુલ 15 વ્યક્તિએ જીવનનો અંત આણી લીધો (Suicide cases) છે. એક યુવાનને તેની પૂર્વ પત્નીએ સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી ટોણો મારતાં લાગી આવતાં આપઘાતનો પ્રયાસ (Suicide attempt) કર્યો હતો. તમામ બનાવો પરથી એક બાબત એ ફલિત થાય કે યુવાનોમાં પ્રેમમાં નિષ્ફળતા કે લગ્ન સંબંધમાં લાગણીનો અભાવ કે પછી આર્થિક ભીંસની બાબતમાં ધીરજથી કામ લેવાની આવડતનો અભાવ જોવા મળી રહ્યો છે.

  આપઘાતના બનાવમાં ચિંતાજનક વધારો


  જીવનને દીર્ઘદ્રષ્ટિથી જોવાને બદલે નાની એવી બાબતમાં લાગી આવતાં ફાંસો ખાઇ લેવાના બનાવમાં વધારો થતાં સમગ્ર સમાજ માટે આ બાબત ચિંતાજનક બની ૨હી છે. જોકે, આવી ઘટના રોકવા શું થઇ શકે તે બાબતે સમાજે અને વાલીઓએ આત્મમંથન કરવાની જરૂર છે. પંથકમાં આપઘાતના બનેલા બનાવો તવારીખ જોઇએ તો 19 જુલાઇથી આવા બનાવોનો જાણે સિલસિલો બની ગયા અને જામવાડી જીઆઇડીસીમાં રહેતા પરિવારના ધો.12માં ભણતા પુત્રે આપધાત કરી લીધા બાદ આવા બનાવો વધતાં ગયા.

  મનોવેજ્ઞાનિકનું શું કહેવું છે?


  બીમારીથી કંટાળી મોતને વ્હાલુ કરી લેવાના બે બે બનાવ, આર્થિક સંકડામણ કે બેકારીથી મોત માગી લેવાના ચારથી વધુ બનાવ સામે આવ્યા હતા છે. એક પરિણીતાના લગ્ન તૂટી ગયા બાદ બીજા લગ્નના મહિનામાં આપઘાત કરી જિંદગીને અલવિદા કરી દીધી.

  આ બાબતે મનોવેજ્ઞાનિકે કહ્યું હતું કે, સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસ કરે છે. જ્યારે પુરુષોમાં આત્મહત્યાંથી મૃત્યુનું પ્રમાણ ઊંચું છે. આત્મહત્યાના બનાવો પાછળ બેરોજગારી તેમજ ભવિષ્યની ચિંતા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં આત્મહત્યાના કેસમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. જે સમાજ માટે ચિંતાનું બહુ કારણ કરી શકાય છે.

  ગુજરાતના અન્ય અપડેટ્સ:


  ગુજરાતની 17 વર્ષીય યુવતી પર દિલ્હીમાં ગેંગરેપ


  નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક સગીર યુવતી સાથે બે લોકો દ્વારા કથિત ગેંગરેપનો (gang raped )કેસ સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુજરાતના (Gujarat) સુરતની રહેવાસી 17 વર્ષીય યુવતી સાથે બે લોકોએ કથિત ગેંગરેપ કર્યો છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ઓળખ હરદીપ અને 20 વર્ષીય રાહુલના રૂપમાં થઇ છે. બન્ને આરોપી ફેરીવાળા છે અને પાણીની બોટલ વેચે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

  પત્નીએ કરી પતિની ઘાતકી હત્યા


  રાજ્યમાં પતિ પત્નીની (Husband wife Murder) હત્યાના કિસ્સાઓનો ગ્રાફ જાણે વધી રહ્યો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક ઘાતકી હત્યાનો કિસ્સો વડોદરામાં (Vadodara Crime) સામે આવ્યો છે. પત્નીએ કંટાળીને પતિની હત્યા (wife kills husband) કરી નાંખી છે. શહેરના છાણીમાં (Chani) ટીપી 13 વિસ્તારમાં સોમેશ્વર મહાદેવ સામે વીએમસી ક્વાટર્સમાં 42 વર્ષના નવીન ગોરધનભાઇ શર્માની હત્યા થઇ છે. તેઓ પોતાની પત્ની રંજન, 8 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. તેના બાજુના ઘરમાં પિતા રહે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: આત્મહત્યા, ગુનો, ગોંડલ, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन