Home /News /rajkot /Rajkot: વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ, રાજકોટથી 140 એકસ્ટ્રા એસટી બસ દોડાવાશે, જાણો માહિતી

Rajkot: વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ, રાજકોટથી 140 એકસ્ટ્રા એસટી બસ દોડાવાશે, જાણો માહિતી

GSRTC-Bus

રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક જે.વી. કલોતરાનાં જણાવ્યા પ્રમાણે આ વર્ષેથી તરણેતરના મેળા માટે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, થાન, ચોટીલા અને ધ્રાંગધ્રાથી કુલ 140 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે

  Mustufa Lakdawala, Rajkot: વિશ્વ વિખ્યત તરણેતરના મેળાનો શુભારંભ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર જ નહીં પણ દેશ-વિદેશના લોકો મેળો માણવા માટે આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટથી એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ચાર દિવસીય આ મેળામાં રાજકોટ એસટી ડેપો દ્વારા 140 એકસ્ટ્રા બસ આજથી દોડાવવામાં આવી રહી છે. આ બસ સેવા 24 કલાક ચાલુ રહેશે. તરણેતરના મેળા માટે પ્રતિ મુસાફર દીઠ 104 રૂપિયા ભાડુ લેવામાં આવી રહ્યું છે.

  રાજકોટ ડેપોમાં 22 નંબર પ્લેટફોર્મ પરથી 24 કલાક બસો મળશે

  રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક જે.વી. કલોતરાનાં જણાવ્યા પ્રમાણે આ વર્ષેથી તરણેતરના મેળા માટે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, થાન, ચોટીલા અને ધ્રાંગધ્રાથી કુલ 140 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. આ એકસ્ટ્રા બસોનું સંચાલન આજથી શરૂ કરી દેવામાં આવ્યુ છે. વધુમાં વિભાગીય નિયામકના જણાવ્યા આજથીશુક્રવાર 2/9ની સવાર સુધી રાજકોટનાં એસ.ટી. બસ પોર્ટના પ્લેટ ફોર્મ નં.22 પાસેથી 24 કલાક તરણેતરના મેળા માટે બસો મળશે.

  તરણેતરનો મેળો શા માટે વિશ્વ વિખ્યાત

  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગામ આવેલું છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે. તરણેતરનો મેળો ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે.

  ભાદરવા સુદ પાંચમનું તરણેતરના મેળામાં મહત્વ

  જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પુણ્ય માને છે અને આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ.

  આ પણ વાંચો:  ભૂંકપની ભયાનકતા નજરે જોયા પછી આ દીકરીને આવુ થયું, હજી તેમાંથી બહારી આવી શકી નથી

  તરણેતરના મંદિરનો ઇતિહાસ

  તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ મંધાતા હતું. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Latest News Rajkot, Rajkot News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन