Home /News /rajkot /Rajkot: રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!

Rajkot: રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!

X
10

10 વર્ષના ટેણીયાએ કોઈ પણ તાલિમ વગર કરી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી

દિવ્ય અભિનય કરવાની સાથે સાથે એક સારો ગાયક પણ પણ છે.જેથી પરિવારના લોકો તેને પ્રોફેશનલ સિંગિંગની તાલીમ અપાવશે. ત્યારબાદ તે રિયાલિટી શોમાં ભાગ લેશે.

    Mustufa Lakdawala,Rajkot : બોલિવૂડમાં એન્ટ્રી લેવી કોઈ નાની વાત નથી.કહેવાય છે કે મુંબઈ એક એવુ શહેર છે કે જ્યાં કેટલાક લોકોના સપના પુરા થઈ જાય છે તો કેટલાક લોકોના સપના અધૂરા રહી જાય છે.ત્યારે રાજકોટના માત્ર 10 વર્ષના ટેણીયાએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે.એ પણ કોઈ પણ પ્રકારની તાલિમ લીધા વગર.

    રાજકોટનો રોકસ્ટાર 10 વર્ષનો ટેણીયો દિવ્ય સોનીએ બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે.આ સાથે જ તેને પરિવારનું નામ પણ રોશન કર્યું છે.બોલિવૂડ સુધી પહોંચવુ એ કોઈ સરળ રસ્તો નથી.ઘણો સંઘર્ષ અને મહેનત પછી આ દિકરાએ આ સફળતા પ્રાપ્ત કરી છે.



    રાજકોટના જામ ટાવર નજીક દાળ પકવાનની લારી સાથે ખાણીપીણીના ધંધા સાથે જોડાયેલા પિયુષ ભાઈ સોની અને વંદનાબેન સોનીના પુત્ર દિવ્ય સોનીએ પોતાના અભિનયથી ટેલિવુડ, બોલીવુડ અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આંજી દીધી છે. સોની પરિવારના લાડકવાયા અને રાજકોટની ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા 10 વર્ષના દિવ્યએ પોતાની અભિનયની આવડતથી ટુંક સમયમાં આવનાર ફિલ્મ સત્યાગ્રહ -2માં જોવા મળશે.દિવ્ય અક્ષય કુમાર અને સંજય દત્ત સાથે કામ કરતો જોવા મળશે.

    દિવ્યએ જણાવ્યું હતું કે તેને અભિનયની કોઈ તાલીમ લીધી નથી.પરંતુ હેલ્ધી બેબી કોમ્પીટીશનમાં તેના મમ્મીએ તેને ભાગ લેવડાવ્યો હતો.જેમાં તે વિજેતા થયો હતો. બાદમાં અલગ અલગ બેબી કોમ્પિટિશન અને ફેશન શો સહિતના અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેતો હતો.. જે દરમિયાન તેના નસીબનું તાળુ ખુલ્લી ગયું ટેલિવુડ અને બોલીવુડ માટે તેના દરવાજા ખુલ્લી ગયા.

    દિવ્ય અભિનય કરવાની સાથે સાથે એક સારો ગાયક પણ પણ છે.જેથી પરિવારના લોકો તેને પ્રોફેશનલ સિંગિંગની તાલીમ અપાવશે. ત્યારબાદ તે રિયાલિટી શોમાં ભાગ લેશે. દિવ્ય મોટા પડદા પર દમદાર અભિનય આપનાર દિવ્ય સોનીએ સત્યાગ્રહ 2માં સંજય દત્ત અને અક્ષય કુમાર સાથે પોતાની હિન્દી ફિલ્મથી કારકિર્દી શરૂઆત કરશે.

    તાજેતરમાં જ ગોંડલ ખાતે શૂટિંગ થયેલી સત્ય પ્રેમ કી કથા જેમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય કિરદારમાં છે.જેની સાથે દિવ્ય સોનીએ પણ અભિનય કર્યો હતો. આ ઉપરાંત સારા અલીખાન અને ચિત્રાંગના સિંઘ અભિનીત ગેસલાઈટ ફિલ્મમાં પણ દિવ્ય સોની એ અભિનય આપ્યો છે.

    આ ફિલ્મ સિવાય દિવ્યને હિન્દી સિરીયલ બાલ ગોપાલ, ગુજરાતી ફિલ્મ લોહીના સંબંધોમાં પણ તેનો અભિનય જોવા મળશે. આમ અક્ષય કુમાર, સંજય દત્ત, કાર્તિક આર્યન, કિયારા અડવાણી, સારા અલી ખાન, ચિત્રાંગના સિંઘ જેવી સેલિબ્રિટી સાથે દિવ્ય એ અલગ અલગ ફિલ્મોમાં અભિનય આપીને સાબિત કરી દીધું છે કે કોઈ પણ ઓળખાણ કે સંપર્ક વિના માત્રને માત્ર પોતાની આવડતથી જ તેની પ્રતિભાને એક અલગ ઓળખ અપાવી છે.
    First published:

    Tags: Local 18, અક્ષય કુમાર, બોલીવુડ, રાજકોટ

    विज्ञापन