Home /News /press-release /Kutch: વડાપ્રધાન નવા પ્લાન્ટનું લોકાર્પણ કરે તે પૂર્વે જ માલધારીઓને મળી ખુશખબર; દૂધના ભાવમાં 20 રૂ. વધ્યા

Kutch: વડાપ્રધાન નવા પ્લાન્ટનું લોકાર્પણ કરે તે પૂર્વે જ માલધારીઓને મળી ખુશખબર; દૂધના ભાવમાં 20 રૂ. વધ્યા

નવા પ્લાન્ટ થકી દૂધ ઉત્પાદન ક્ષમતામાં થશે વધારો

આગામી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના સૌથી મોટા દૂધ ઉત્પાદન પ્લાન્ટ નું લોકાર્પણ કરશે તે પહેલાં જ જિલ્લાની સૌથી મોટી સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફેટના કિલો દીઠ રૂ. 20 નો વધારો કરવામાં આવ્યો

    Kutch: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે તો બીજી તરફ જિલ્લાના માલધારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજારના ચાંદ્રાણી ખાતે નવા દૂધ ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે ત્યારે સરહદ ડેરી (Sarhad Dairy) દ્વારા દૂધના ખરીદ (Milk rate) ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાના વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ ભાવ વધારાથી પશુપાલકોને માસિક રૂ. 2.25 કરોડ વધારે મળશે.

    કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 740 રૂપિયા પ્રતિ કિલો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે પશુપાલકોને પ્રતિ લિટર 7 ફેટના દૂધના રૂપિયા 1.4p પ્રતિ લિટર વધારે મળતા થશે જે પ્રતિ લિટર 52 રૂપિયા જેટલી થાય છે. તે ઉપરાંત ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ ભાવફેર અલગથી મળવા પાત્ર છે.

    ઉપર મુજબ 20 રૂપિયાનો પ્રતિ કિલો ફેટનો વધારો થઈ અને ભાવો 740 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે જેનાથી પશુપાલકોને માસિક 2.25 કરોડ રૂપિયા વધારે મળશે અને સરહદ ડેરીને ભારણ પડશે. આ ભાવો આગામી 1 સપ્ટેમ્બરથી લાગુ થશે.

    આગામી તારીખ 28 ઓગસ્ટના રોજ સરહદ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્રનભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જે પહેલા સરહદ ડેરી દ્વારા પશુપાલકોને ખુશખબરી વડાપ્રધાનને નરેન્દ્ર મોદીની યાદગીરી રહેશે તે હેતુથી સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવોમાં વધારાનો નિર્ણય લેવામાં આવેલ છે.

    આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને GCMMFના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરી દ્વારા હમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવેલ છે જે અન્વયે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જિલ્લા ભાજપા પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા વગેરે દ્વારા ભાવો વધારવા માટે સૂચન કરેલ જે અન્વયે સરહદ ડેરી દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ અને ભાવો વધારેલ છે. હાલમાં લમ્પી રોગના તેમજ ભારે વરસાદના કારણે પશુપાલકોને નુકશાની થવા પામેલ જેમાં પણ ભાવ વધારાથી પશુપાલકોને રાહત મળશે. આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી 1તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવેલ છે.

    આ પણ વાંચો:  21 વર્ષ બાદ અંજારમાં અંદાજે 17 કરોડના ખર્ચે 'વીર બાળક સ્મારક' બનીને થયું તૈયાર

    ઉલ્લેખનીય છે કે અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે સરહદ ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ચાંદ્રાણી ખાતે 26 એકરમાં 2 લાખથી 4 લાખ લિટર સુધી વિસ્તરણ થઈ શકે તેવા કચ્છના એકમાત્ર સંપૂર્ણ સોલાર પાવર સંચાલિત દૂધ અને દૂધની બનાવટોના પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું કામકાજ કુલ 190 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્રણ મેગાવોટ સોલાર પાવરની મદદથી આ સમગ્ર પ્લાન્ટ સંપૂર્ણ સોલાર પાવર આધારિત દૂધ અને દૂધ પેદાશોનું ઉત્પાદન કરશે, જેનું આગામી 28 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Kutch, Kutch news, Narendra Modi in Gujarat

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन