Home /News /press-release /Rajkot: રાજકોટમાં યોજતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુકાશે ખુલ્લો
Rajkot: રાજકોટમાં યોજતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુકાશે ખુલ્લો
આઝાદીનો અમૃત લોકમેળો
રાજકોટનો લોકમેળો (Biggest Mela in Rajkot) આ વર્ષે યોજાવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી નજીક આવી ગઈ છે. રાજકોટના લોકમેળાનું આ વર્ષે નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ રાખવામાં આવ્યું છે
Rajkot: કોરોનાને (Corona epidemic) કારણે છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવતો સૌરાષ્ટ્ર (Saurashtra)નો સૌથી મોટો રાજકોટનો લોકમેળો (Biggest Mela in Rajkot) આ વર્ષે યોજાવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી નજીક આવી ગઈ છે. રાજકોટના લોકમેળાનું આ વર્ષે નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ રાખવામાં આવ્યું છે. જેને કાલે એટલે કે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા (Inauguratedby CM Bhupendra Patel) ખુલ્લો મૂકવામાં આવશે. શહેરના રેસકોર્સ મેદાનમાં આવતીકાલે સાંજે 5 વાગ્યે આ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે.
5 દિવસમાં 10થી 15 લાખ લોકો મુલાકાત લેશે
સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનું મુખ્ય આકર્ષણ એટલે રાજકોટના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાન પર આયોજિત ‘આઝાદીનો અમૃત લોકમેળો’. કોવિડ પરિસ્થિતિને કારણે બે વર્ષના લાંબા સમયગાળા પછી જ્યારે આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છે. આવતીકાલે રાંધણ છઠ્ઠ છે અને કાલથી દશમ સુધી આ લોકમેળો યોજાશે. જેમાં 10થી 15 લાખ લોકો આનંદ માણે તેવી શક્યતા છે.