Home /News /press-release /Primary school in Surat: શિક્ષિકાના દ્રઢ નિશ્ચયથી પ્રાથમિક શાળા બની આધુનિક

Primary school in Surat: શિક્ષિકાના દ્રઢ નિશ્ચયથી પ્રાથમિક શાળા બની આધુનિક

વાવ પ્રાથમિક શાળા, કામરેજ, જિલ્લો સુરત 

વિદ્યાર્થીઓ આરામથી ભણી શકે તે માટે જૂની પુરાણી શાળાને (Primary school in Surat) આધુનિક બનાવીને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો નિશ્ચય આચાર્ય પ્રજ્ઞાબેન દ્વારા લઈને સાકાર કરવામાં આવ્યો. બે કરોડનું દાન મેળવી શાળાને બનાવી આધુનિક

  Nidhi Jani, Surat: કોઈપણ વ્યક્તિ તેના જીવનકાળના સૌથી મહત્વના પાઠ શાળામાંથી જ શીખે છે. ત્યારે શાળામાં ભણાવતા શિક્ષકની જવાબદારી તેટલી જ બમણી થઇ જાય છે, કારણ કે તેમણે દેશના ભવિષ્યને તૈયાર કરવાના છે. દેશનું ભવિષ્ય જ્યાં વિદ્યા ગ્રહણ કરવા આવે છે તે જગ્યાએ પ્રાથમિક જરૂરિયાતો તો હોવી જ જોઈએ. સુરત જિલ્લાના કામરેજ (Kamrej) તાલુકાના નાનકડા ગામ વાવમાં 1883માં બનેલી (Primary school in Surat) શાળામાં પ્રાથમિક જરૂરિયાતો પણ ઉપલબ્ધ ન હતી. આ શાળાની કાયાપલટ કરવાનો શ્રેય આચાર્ય પ્રજ્ઞાબેન પટેલને જાય છે.

  વર્ષ 2012માં જ્યારે આ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે તેમની નિમણૂક થઈ ત્યારે તેમણે આ શાળાને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે અને આ શાળા આધુનિક બને તે માટે કાર્ય શરૂ કર્યા. તેમના દ્રઢ સંકલ્પથી તેમણે ગામમાંથી જ બે કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત કર્યું.આ રકમથી તેમણે પ્રાથમિક શાળાને કોઈ કોલેજના ભવન જેવું રૂપ આપ્યું.

  આ શાળામાં 32 સી.સી. ટી.વી.કેમેરા અને ઈન્ટરનેટ, આધુનિક કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, એક્ટિવિટી રૂમ, ઓડિયો વિઝયુઅલ ખંડ, વિજ્ઞાન પ્રયોગશાળા, વિવિધ વિષયો આધારિત વર્ગખંડ, દિવ્યાંગ, અનાથ બાળકોને સહાય માટે દાતા, રમત ગમત વ્યવસ્થા, મધ્યાહન ભોજન તિથિ ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલગ વ્યવસ્થા, એક મોટો હોલ સહિત અનેક સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવી છે, અને બાળકો તેનો સુચારૂ ઉપયોગ કરી રહ્યા છે.

  ત્યાર પછી તો શાળાની મુલાકાત લેવા માટે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ, ડી. ડી. ઓ. જેવા અધિકારીઓ શાળામાં આવે છે અને આચાર્યનું આ કાર્ય બદલ સન્માન કરે છે.આચાર્યને આ કાર્ય બદલ ઘણા બધા એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.

  આ પણ વાંચોમફતમાં દાંતની સારવાર કરશે આ હોસ્પિટલ, જાણો વિગતવાર માહિતી

  વાવ ગામની પ્રા.શાળાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં "લાઇફ સેલ" કૃતિમાં રાષ્ટ્ર કક્ષાએ ભાગીદારી નોંધાવી,જે રાજ્ય કક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામી હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં "સોયલેન્ટ પ્રોજેક્ટ ઉપરાંત "ધરતી ઉપરનું જાદુઈ વૃક્ષ સરગવો" "સ્પાયુરૂલીના ફૂડ ફોર ફીચર", "પૃથ્વી ઉપરનું સંજીવની બીજ અળસી", "મેઝિક મોડેલ ફોર બેઝિક મેથ્સ" જેવા પ્રોજેક્ટ સાથે સતત 6 વર્ષ સુધી રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત "બેઝિક મોડેલ ફોર મેથ્સ" ઈનોવેશનમા રાજ્ય કક્ષાએ ભાગીદારી, "નૃત્ય સ્પર્ધા"માં પણ રાજ્યકક્ષાએ ભાગીદારી, રાજ્યકક્ષાનો 'ગુરૂ ગૌરવ એવોર્ડ" જ્યારે જીલ્લા તાલુકા કક્ષાએ મોટી સંખ્યામાં એવોર્ડ આ પ્રાથમિક શાળાને પ્રાપ્ત થયા છે.

  જે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક નિભાવેલી જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Primary School, Primary teachers, Surat Gujarati News, Surat news, Surat Samachar

  विज्ञापन
  विज्ञापन