Home /News /press-release /

Jamnagar: વારસાગત ખામીઓ અને રોગોને લગતા ટેસ્ટ હવે ઘર આગણે જ થશે ઉપલબ્ધ

Jamnagar: વારસાગત ખામીઓ અને રોગોને લગતા ટેસ્ટ હવે ઘર આગણે જ થશે ઉપલબ્ધ

વિદ્યાર્થીઓને કેવી રીતે સારા ડોક્ટર બનાવવા તે દિશામાં કામ કરશે

જામનગરમાં આવેલી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ (M P Shah Government Medical College) ને નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટર તરીકેની માન્યતા આપવામાં આવી છે

    Sanjay Vaghela, Jamnagar: છેલ્લા કેટલાક વર્ષમાં જામનગરે તબીબી ક્ષેત્રમાં એક પછી એક અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં આયુર્વેદિકમાં વૈશ્વિક કક્ષાનું પારંપરીક ચિકિત્સા કેન્દ્ર બનવાની વાત હોઈ કે પછી સૌરાષ્ટ્રની સૌથી મોટી જી જી હોસ્પિટલમાં સુવિધાની વાત હોઈ, આવી જ બે સિદ્ધિ જામનગરને મળી છે. જેમાં જામનગરમાં આવેલી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ (M P Shah Government Medical College) ને નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટર તરીકેની માન્યતા આપવામાં આવી છે. આ રિજીયોનલ સેન્ટર ગુજરાતના અન્ય નવ જિલ્લાના તબીબી વિદ્યાર્થીઓ માટે આધુનિક તબીબી શિક્ષણ (Modern medical education)નું માધ્યમ બની રહેશે.

    જામનગરને મળી આ બે સિદ્ધિ

    પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 6 ઓગસ્ટના રોજ નેશનલ મેડિકલ કમિશનના પ્રેસીડન્ટ ડો.અરુણા વાણીકર તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિજીયોનલ સેન્ટરના પ્રારંભે બેઝીક ટ્રેનીંગની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા દતક લીધેલા ગ્રામિણ કુટુંબો સાથે નેશનલ મેડિકલ કાઉન્સિલના હોદ્દેદારોએ મુલાકાત કરી વાર્તાલાપ કર્યો હતો. સાથે સાથે સંસ્થાના ફેકલ્ટીસ સાથે શિક્ષણ ક્ષેત્રે કરવાના થતા જરૂરી સુધારાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    જામનગરમાં શરુ થયેલી આ મહત્વની બે સુવિધા અંગે જામનગર મીડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે રિજિયોનલ સેન્ટરની સાથે સાથે જામનગર મેડિકલ કોલેજને આ સાથે અન્ય બે ઉપલબ્ધિઓ પણ મળી છે જેમાં મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ કે જે સમગ્ર રાજ્યમાં માત્ર જામનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે ઉપલ્બધ છે. તેમજ વારસાગત રોગોની ખામીઓને શોધવામાં ઉપયોગી એવી જીનેટીક લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. હતું. આ સુવિધાથી વારસાગત ખામીઓ અને રોગોને લગતા ટેસ્ટ હવે જામનગરના લોકોને ઘર આગણે જ ઉપલબ્ધ થશે.

    Jamnagar: જામનગરના રાજવી જામ રા ખેંગારજીએ આપેલો 190 કિલો ચાંદીનો તાજિયો આજે પણ છે હયાત

    આ બે સિદ્ધિથી શું ફાયદો થશે?

    આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટી ડીન ડો.નયનાબેને સમગ્ર ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં સૌપ્રથમ જામનગરને મળેલ આ સિદ્ધિને બિરદાવી હતી. આ કેન્દ્રની શરૂઆત થતા જામનગરના તબીબો કે જેઓ અત્યાર સુધી ઇનહાઉસ વર્કશોપ કરતા હતા તે હવે જામનગર રિસર્ચ સેન્ટરના માધ્યમથી રાજ્યની રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, ભુજ, જૂનાગઢ, વિસનગર, પાટણ, તથા જામનગરની મળી નવ મેડિકલ કોલેજોને પણ તબીબી ક્ષેત્રનું શિક્ષણ આપશે તેમજ વિદ્યાર્થીઓને કેવી રીતે સારા ડોક્ટર બનાવવા તે દિશામાં કામ કરશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Gujarati news, Jamnagar News, તબીબી medical

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन