Home /News /press-release /Rajkot: રાજકોટમાં 8 સપ્ટેમ્બરે યોજાશે ફ્રીમાં ફિઝિયોથેરાપી કેમ્પ, જાણો કેવી રીતે લઇ શકશો લાભ

Rajkot: રાજકોટમાં 8 સપ્ટેમ્બરે યોજાશે ફ્રીમાં ફિઝિયોથેરાપી કેમ્પ, જાણો કેવી રીતે લઇ શકશો લાભ

રાજકોટમાં 8 સપ્ટેમ્બરે યોજાશે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

ફિઝિયોથેરાપી એ મેડિકલ સાયન્સની એક એવી શાખા છે જે હંમેશા નવા અવિરત ખ્યાલ સાથે અનેક પ્રકારના રોગોમાં દવાની આડ અસર વગર પોતાની એક આગવી વિશેષતા સાથે અસરકારક અને પરિણામલક્ષી સારવાર આપે છે

    Mustufa Lakdawala, Rajkot: 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે સ્કુલ ઓફ ફિઝીયોથેરાપી, આરકે યુનિવર્સીટી સંચાલિત આરકે ફિઝીયોથેરાપી એન્ડ રિહેબિલિટેશન રીચર્સ સેન્ટર, મેઘાણી રંગભવન સામે, 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે તેમજફિઝીયોથેરાપી સેન્ટર, આરકે યુનિવર્સીટી, ત્રંબા ખાતે સાંધાનો વા (ઓસ્ટિયો આર્થરાઇટિસ) દર્દીઓના લાભાર્થે ફિઝીયોથેરાપી તપાસ તેમજ સારવાર અંગેના નિઃશુલ્ક કેમ્પ 8 સપ્ટેમ્બર સવારે 10થી 12 કલાકે યોજાશે.

    કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ આ નંબર પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી

    કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ 9054016181 પર રજીસ્ટ્રેશન કરાવી લાભ લેવા અપીલ કરવામાં આવે છે. આ કેમ્પમાં સાંધાનો વા (ઓસ્ટિયો આર્થરાઇટિસ), કે જે ગોઠણમા, સાથળના ગોળામાં, ખંભામાં, કમરમાં, તેમજ પગની ધૂંટીમાં જોવા મળતી તકલીફો માટે કસરતો અને જીવનશૈલીમાં ફેરફાર કરી સક્રિય અને સશક્ત જીવન જીવવા અંગે પ્રેરિત કરતા કેમ્પનુંપણ આયોજન કરવામાં આવ્યું છે.

    ફિઝિયોથેરાપી એટલે શું?

    ફિઝિયોથેરાપી એ મેડિકલ સાયન્સની એક એવી શાખા છે જે હંમેશા નવા અવિરત ખ્યાલ સાથે અનેક પ્રકારના રોગોમાં દવાની આડ અસર વગર પોતાની એક આગવી વિશેષતા સાથે અસરકારક અને પરિણામલક્ષી સારવાર આપે છે. ફિઝિયોથેરાપીને લઈને લોકોમાં જાગૃતતા હોવી જોઈએ એટલી નથી, જેના કારણે ક્યાં રોગમાં કઈ શારીરિક તકલીફમાં ફિઝિયોથેરાપી જરૂરી છે. તેનાથી લોકો અજાણ હોય છે. તો પહેલા આપણે જોઈએ કે આપણી જિંદગીના ટ્રેકને અસર કરતી શારીરિક અને માનસિક તકલીફો થાય છે, જેમાં ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ થાય છે.

    આ પણ વાંચો: ઉપલેટામાં ખેડૂતે ઝીરો બજેટથી ઉભું કર્યું ઓર્ગેનિક શાકભાજીનું ફાર્મ, મેળવે છે મબલખ કમાણી

    આપણે સૌ જાણીએ છે "પહેલું સુખ તે જાતે નર્યા " જે દર્શાવે છે કે જો સ્વાસ્થય સારું હશે તો આપણે કઈ પણ મેળવી શકીએ છીએ. અને સ્વાસ્થયને એક સીધી દિશામાં ચલાવવા માટે ઘણા બધા અવયવો જેમ કે સ્નાયુઓ, કંકાલ (હાડકા) અને અંગતંત્ર જેના વડે શરીરની રચના થાય છે. તેને સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે. જયારે પણ આ પ્રકારની કોઈ પણ પેશીમાં તકલીફ ઉદ્ભવે છે ત્યારે સ્વાથ્યની ગાડી તેના ટ્રેક પરથી નીચે આવી જાય છે.

    જેમાં ફીઝીયોથેરાપી આ દરેક અવયવોને કાર્યરત રાખવામાં અગ્રેસર પરિણામ આપવામાં સક્ષમ છે. જે કોઈપણ પ્રકારની ખામીને ઉદ્ભવતી અટકાવે છે અને થયેલી ખામીને ફરીથી ટેકારૂપ સારવાર આપીને એનું 100 ટકા પરિણામ આપે છે.
    First published:

    Tags: Latest News Rajkot, Rajkot News, રાજકોટના સમાચાર

    विज्ञापन
    विज्ञापन