Home /News /press-release /Amreli: સિંહની પંજવણી કરનાર સામે વન વિભાગની વધુ એક કાર્યવાહી, કલાકોમાં જ આરોપીની કરવામાં આવી ધરપકડ

Amreli: સિંહની પંજવણી કરનાર સામે વન વિભાગની વધુ એક કાર્યવાહી, કલાકોમાં જ આરોપીની કરવામાં આવી ધરપકડ

Photo credit: girlion.gujarat.gov.in

અમરેલી જિલ્લાને સિંહોનું ગઢ માનવામાં આવે છે, ત્યારે છાશવારે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહોની પજવણી થઈ રહી છે. ત્યારે વધુ એક વાર સિંહની પજવણીનો વિડીયો અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

    Abhishek Gondaliya, Amreli: ધારી ગીર પૂર્વ ડિવિઝન નીચેના ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાવરડી ગામે ત્રણ દિવસ પહેલા સિંહની પાછળ બાઈક દોડાવી 2 સિંહ પંજવણી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ખાંભા તુલસીશ્યામ વનવિભાગ દ્વારા સિંહની પજવણી કરનારા શખ્સની શોધખોળ હાથ ધરી હતી બાદ ખાંભા વનવિભાગ દ્વારા કલાકોમાં જ એક આરોપીની બાઈક સાથે ધરપકડ કરી હતી અને પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

    અમરેલી જિલ્લાને સિંહોનું ગઢ માનવામાં આવે છે, ત્યારે છાશવારે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહોની પજવણી થઈ રહી છે. ત્યારે વધુ એક વાર સિંહની પજવણીનો વિડીયો અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને ખાંભા - ડેડાણ રોડ પર ભાવરડી ગામના રેવન્યુ વિસ્તારમાં 2 સિંહની પાછળ બાઈક દોડાવી સિંહની પજવણી કરવામાં આવી હતી. અને એક શખ્સએ રાણીગપરા ગામ નજીક એક સિંહણ અને પાઠડા સિંહની પાછળ અતિ ક્રૂરતા પૂર્વક બાઈક દોડાવીને સિંહોને પરેશાન કરવાના બદ ઇરાદે સિંહોને સ્વાનની માફક દોડાવ્યા હતા. અને સિંહોની પજવણી કરી હતી ત્યારે સિંહ પંજવણી વારંવાર થતી હોવાથી સિંહ પ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો હતો.

    ધારી ગીર પૂર્વના ડિવિઝનના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી ખાંભા તુલસીશ્યામ રેન્જ વનવિભાગના આરએફઓ રાજલ પાઠક સહિત સ્ટાફ દ્વારા સિંહ પંજવણી કરનાર શખ્સોની શોધખોળ કરી તપાસ હાથ આધરી હતી અને ભાવરડી ગામ તેમજ આસપાસના વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી હતી. અને ખાંભા વન વિભાગએ વાયરલ વિડિઓ થયાના બાદ ગણતરીની કલાકોમાં જ બાઈક સાથે એક પજવણી ખોર આરોપીને પકડી પાડ્યા હતા. ખાંભા તુલસીશ્યામ રેન્જમાં રેવેન્યુ વિસ્તારના ભાવરડી ગામે આ પજવણીખોરએ પોતાનું બાઈક સિંહો પાછળ અતિ ક્રૂરતા પૂર્વક દોડવ્યુ અને વિડિયો ઉતારીયાનું કબૂલ કર્યું હતું. અને ખાંભા વન વિભાગ દ્વારા દેવકુ ભાભલું મોભ,રે.ભાવરડીને પકડી પાડી વન વિભાગે પૂછપરછ કરી આગળની કોર્ટમા મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી.

    સિંહોની પજવણી કરે બીજા અને નિર્દોષ લોકો ભોગ બને છે

    પજવણીખોરોઆ રીતે સિંહોની પાછળ બાઈક દોડાવે,સિંહોને પરેશાન કરવાથી સિંહોનું વર્તન બગડે છે. અને આવા બેજવાબદાર તત્વો દ્વારા છંછેડાયેલ સિંહ દીપડા સહિત વન્યપ્રાણીની જો આગળ કોઈ નિર્દોષ લોકો કે ખેડૂતો ભેટો થઈ જાય તો તેના પર હુમલો કરી બેસે અને નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના એક માસ પેહલા જ નાનીધારી ગામે બની હતી અને સિંહ અને સિંહણને પરેશાન કર્યા બીજાએ અને એક નિર્દોષ 18 વર્ષીય યુવક ખેતીકામ કરી આવતો હતો અને આ સિંહ - સિંહણે ફાડી ખાધો હતા. અને મોત થયું હતું અને બિચારા સિંહ - સિંહણને પણ વનવિભાગે પકડી લેતા આ જીવન જેલ ભોગવવાનો વારો આવ્યો હતો . તો આવી ઘટનામાં દોષી કોણ? તેવો વેધક પ્રશ્ન સિંહ પ્રેમીઓમાં ઊઠવા પામ્યો હતો અને બાકી બાકી સિંહો ક્યારે માણસ પર હુમલો કરતા નથી તેવું સિંહ પ્રેમીઓએ જણાવ્યું હતું.

    આ પણ વાંચો:  જુઓ અમારી ખાસ રજૂઆત; વેકેશન વનરાજોનું પણ પરીક્ષા વનપાલોની

    સિંહની પજવણી કરવીએ 3થી 7 વર્ષ કેદની જોગવાઇ

    ગીર અને રેવન્યુ વિસ્તારમાં લોકો છાશવારે સિંહોની પજવણી કરતા હોય છે બાઈક કે ફોર વ્હીલ દોડાવી સિંહોની વિડિયો મોબાઇલમાં ઉતારતા હોય છે. અને વાઇરલ કરતા હોય અને લોકો સામન્ય લાગતું હોય છે પરંતુ આ લોકો જાણતા નથી કે સિંહોની પાછળ બાઈક કે ફોર વ્હીલ દોડાવવી તેમજ સિંહોને પથ્થર મારવા, હેરાન કરવા,પરેશાન કરવા સહિત હન્ટિંગ આવતું હોવાથી વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ 1972 ની કલમ 2/16 અને 9માં 3થી 7 વર્ષની કેદ જોગવાઇ છે ત્યારે ગીરમાં વસવાટ કરતા અને બહારથી આવતા લોકોને સામાન્ય લાગતું હોય છે. અને કહેતા હોય છે ક્યાં સિંહને મારી નાખ્યો? ક્યાં સિંહને વગાડ્યું ? જ્યારે સિંહ પજવણી કરે અને વન વિભાગ કાર્યવાહી કરે ત્યારે જેલના સળિયા પાછળ જવાનો વારો આવતો હોય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Amreli News, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन