Home /News /press-release /

Kutch: સ્વાતંત્ર્ય દિવસ પર કચ્છ પાસેની આંતરાષ્ટ્રીય સીમા પર લહેરાશે 7500 ત્રિરંગા

Kutch: સ્વાતંત્ર્ય દિવસ પર કચ્છ પાસેની આંતરાષ્ટ્રીય સીમા પર લહેરાશે 7500 ત્રિરંગા

આંતરાષ્ટ્રીય સીમા પર લહેરાશે 7500 ત્રિરંગા

ભુજ ખાતેથી પ્રસ્થાન થયેલી રેલી દ્વારા ભારત પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સરહદ પર જવાનોને 7500 ત્રિરંગા આપવામાં આવ્યા હતા

    Kutch: ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સ્વાતંત્ર્ય દિવસની (Independence Day 2022) ઉજવણી માટે સમગ્ર દેશમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાનનો પ્રચાર પ્રસાર કરી દેશપ્રેમની ભાવના જગાડવા પ્રયાસ થઇ રહ્યો છે. તે વચ્ચે કચ્છના સાંસદ દ્વારા આજે કચ્છ જિલ્લાની ભારત પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સરહદ (India Pak Border) પર 7500 ત્રિરંગા આપવામાં આવ્યા હતા. બીએસએફ (BSF) જવાનોને અપાયેલા આ ત્રિરંગા આંતરાષ્ટ્રીય સીમા પર શાનથી લહેરાશે.

    આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજરોજ વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે ભુજ ખાતેથી 75 તિરંગા કાર રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા કચ્છની સરહદ પર 7500 તિરંગા લહેરાવવાના હરઘર તિરંગા અભિયાન હેઠળની 75 તિરંગા કાર રેલીને પ્રસ્થાન કરાવવાના પ્રસંગે અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગાથી આપણે સૌ રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવીએ સમગ્ર દેશમાં હરઘર તિરંગાની જેમ આપણે સૌ તા. 13 થી 15 સુધી આપણા ઘર પર તિરંગો ફરકાવીએ.

    કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશની પશ્ચિમી સરહદે કચ્છમાં બી.એસ.એફ.ના જવાનો સરહદ પર 7500 તિરંગા લહેરાવશે. આપણે સૌ તિરંગા દ્વારા આપણી રાષ્ટ્ર ભાવનાને વધુ ઉજાગર કરીએ.

    ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલે આ તકે જણાવ્યું હતું કે, આવનારી અને નવી પેઢી આઝાદીનું મહત્વ, શહિદો અને સ્વાતંત્ર્ય પ્રેમીની દેશભકિતથી માહિતગાર થાય તે માટે યોજાયેલી આ યાત્રા માત્ર દેશપ્રેમ જ નહીં પણ રાષ્ટ્ર જાગરણનું પણ અભિયાન છે.

    આ પણ વાંચો:    Indian Armyમાં અગ્નિવીર તરીકે જોડાવવા 3 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે

    આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન વલમજી ભાઈ હુંબલ, દિલીપભાઇ દેશમુખ, મહેન્દ્રભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, હરિભાઇ જાટીયા, અનિરુધ્ધભાઇ દવે, ડો. મુકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિર, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, રશ્મીકાબેન ઝવેરી, જયંતભાઇ ઠકકર, શીતલ શાહ, હિતેશભાઈ ખંડોર સહિત શહેરના અગ્રણીઓ, શાસક પક્ષના કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતા.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Border, BSF, Kutch, Kutch district, National Flag

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन