કોરોનાવાયરસની પ્રથમ ભારતીય પીડિત પ્રીતિને ચીનમાં સારવાર માટે 1 કરોડ રૂપિયાની સહાયની જરૂર

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોનાવાયરસની પ્રથમ ભારતીય પીડિત પ્રીતિને ચીનમાં સારવાર માટે 1 કરોડ રૂપિયાની સહાયની જરૂર
પ્રીતિ શેન્ઝેન ખાતે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં શિક્ષિકા છે. પ્રીતિ ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગઈ છે.

પ્રીતિ શેન્ઝેન ખાતે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં શિક્ષિકા છે. પ્રીતિ ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગઈ છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોનાવાયરલ (Coronavirus)નો ફેલાવો વધી રહ્યાના સમાચાર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. હજી સુધી આ વાયરસે દેશમાં દસ્તક નથી દીધા. દેશમાં ચાર સંદિગ્ધોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં કોરોના વાયરસના સંદિગ્ધ કેસ સામે આવ્યા હતા. જોકે, ચીનમાં કોરોનાવાયરસને કારણે અત્યારસુધી 41 લોકોનાં મોત થયા છે, જ્યારે 800 લોકો કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ દરમિયાન ચીનમાં કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગયેલા એક ભારતીય નાગરિકના પરિવારે તેની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. પ્રીતિ મહેશ્વરીની સારવાર માટે તેના પરિવારને એક કરોડ રૂપિયાની જરૂર છે. પ્રીતિની હાલમાં ચીનમાં સારવાર ચાલી રહી છે. પ્રીતિનો ભાઈ મનિષ થાપા બેંગલુરુ ખાતે એમેઝોનમાં કામ કરી રહ્યો છે. મનિષે સારવાર માટે પૈસાની જરૂર હોવાથી બેઇઝિંગ ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત પ્રીતિનો પરિવાર ભારતમાં હેલ્થકેર ક્રાઉડ ફન્ડિંગનો પણ સંપર્ક કરી રહ્યા છે. પ્રીતિ શેન્ઝેન ખાતે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં શિક્ષિકા છે. પ્રીતિ ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગઈ છે. જેના કારણે તેણી ટાઇમ 1 રેસ્પિરેટરિ ફેઇલર, મલ્ટિપલ ઓર્ગન ડાયફંક્શન સિન્ડ્રોમ (MODS) અને સેપ્ટિક શોકનો શિકાર બની છે. શેન્ઝેન ખાતે આવેલી શેકૌ હોસ્પિટલ ખાતે તેણીની સારવાર ચાલી રહી છે. હાલમાં તેણીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, તેમજ તેણીનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે. મિન્ટ સાથે વાતચીત કરતા પ્રીતિના ભાઈ થાપાએ જણાવ્યું હતું કે, "પ્રીતિને 11મી જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદમાં દિવસેને દિવસે સારવારનો ખર્ચ વધી રહ્યો છે. તેની સારવાર પાછળ એક કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ખર્ચને પહોંચી વળવા માટે મેં ઓનલાઇન ફંડ (ImpactGuru.com પર) ઉઘરાવવાનું નક્કી કર્યું છે. પ્રીતિની હાલત ખૂબ ગંભીર છે, તેની સારવારનો ખર્ચ ઉપાડી શકવા માટે પરિવાર અસમર્થ છે. " ઇમ્પેક્ટગુરુમાં ચાર દિવસમાં પ્રીતિ માટે 15.27 લાખનું ફંડ મળ્યું છે. થાપાએ વધુમાં જણાવ્યું હતું કે, "પ્રીતિની તબિયતમાં સુધારો થઈ રહ્યાનાં લક્ષણો દેખાઈ રહ્યા છે. તેના હૃદયના ધબકારા નોર્મલ થઈ રહ્યા છે. તેનો MRI પણ સામાન્ય આવ્યો છે. જોકે, હાલ તેણીને ક્રિટિકલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જ રાખવામાં આવી છે, તેની તબિયત એકદમ સારી થઈ જશે તેના માટે ઘણો સમય લાગશે." પ્રીતિનો પરિવાર તેને વધુ સારવાર માટે ભારત લાવવાનું પણ વિચારી રહ્યો છે. જોકે, આ માટે ચીનની હોસ્પિટલમાં જ પ્રીતિની હાલતમાં થોડો સુધારો થાય તે જરૂરી છે. પ્રીતિના ભાઈના જણાવ્યા પ્રમાણે અમે ભારત સરકાર સાથે વાત કરી છે, સરકાર તરફથી અમને મદદ મળવાની આશા છે. નોંધનીય છે કે ગુરુવારે ચીન ખાતે ભારતીય દૂતાવાસે ચીનમાં રહેતા ભારતીયોનો તેમના પરિવારજનો સંપર્ક કરી શકે તે માટે બે હોટલાઇન નંબર +8618612083629 અને +8618612083617 જાહેર કર્યા છે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर