Home /News /porbandar /'મારી મોતનું કારણ તું જ છે, તે મને પ્રેમમાં ફ્સાવીને દગો દિધો છે'

'મારી મોતનું કારણ તું જ છે, તે મને પ્રેમમાં ફ્સાવીને દગો દિધો છે'

આત્મહત્યા કરનાર

પોરબંદરના રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા એક શ્રામિક યુવાનને તેની પ્રેમિકાએ દગો દેતા ગળેફંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ન્યૂઝ18 ગુજરાતીઃ સામાન્ય રીતે પ્રેમ નિષ્ફળ જતાં યુવક કે યુવતી આત્મહત્યાના રસ્તે જતા રહેતા હોય છે. તો આવો જ એક કિસ્સો પોરબંદરમાં બન્યો છે. જ્યાં પ્રેમિકાએ દગો આપતા પ્રેમીએ જીવન ટૂંકાવ્યું હતું. પોરબંદરના રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા એક શ્રામિક યુવાનને તેની પ્રેમિકાએ દગો દેતા ગળેફંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આપઘાત કરતા પહેલા યુવાને એક સુસાઈડ નોટ પણ લખી છે જેમાં તેણે આપઘાતના કારણ અંગે જણાવ્યું છે જો કે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવમાં પોલીસ ભૂલથી મૃતકની લાશને રાણાવાવને બદલે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાવતા ભારે વિવાદ બાદ અંતે પી.એમ. થયું હતું.

રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા વિપુલ સોમા મારુ (ઉવ૨૭)નામના યુવાને પોતાના રહેણાંક મકાને ગળેફંસો ખાઈ આપઘાત કરી લીધો હતો . તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો મૃતક યુવાન મજુરી કામ કરતો હતો મરતા પહેલા તેણે બે પાનાની સુસાઈડ નોટ પણ લખી છે જેમાં પોતાના મૃત્યુનું કારણ પોતાની પ્રેમિકા સોનું હોવાનું જણાવ્યું છે.

તેણે એવું જણાવ્યું હતું કે *મારી મોતનું કારણ તું જ સે, તે મને પ્રેમમાં ફ્સાવિને દગો દિધો સે* તેવું એક યુવતીના નામજોગ લખ્યું હતું. એટલું જ નહી, પરંતુ વીપુલ તથા એ યુવતીના પરિવારજનોને પણ બન્નેના પ્રેમ પ્રકરણની જાણ હતી અને જયારે તે હોસ્ટેલથી ઘરે આવતી ત્યારે બન્ને અવારનવાર મળતા હોવાનું પણ લખ્યું છે.

વિપુલની ઉમર તે યુવતી કરતા ઘણી મોટી હોવા છતાં યુવતીને બન્નેના સબંધ અંગે કોઈ વાંધો ન હોવાનું પણ સુસાઈડ નોટમાં જણાવ્યું છે અને બન્નેના પરિવારજનો તેમના લગ્ન પણ કરાવી દેવાના હતા અને બન્ને હર્ષદ ફ્રવા પણ ગયા હતા. પરંતુ તેમ છતાં આ યુવતી કોઈ બીજા યુવાન સાથે ફેન ઉપર વાતો કરતી હતી.

આ પણ વાંચોઃ-લગ્નની ખાતરી આપ્યા બાદ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યો યુવક, આવ્યું ગંભીર પરિણામ

એટલું જ નહી પરંતુ આ યુવતીએ વિશ્વાસઘાત કરીને આ યુવાનને દવા પણ પીવડાવી દીધાનું સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. અને યુવતીએ બેવફઈ કરી હોવાનું જણાતા વિપુલે પોતાના ફ્ળિયા માં આવેલ જામફ્ળીના વૃક્ષ સાથે ગળાફંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે આ બનાવ માં બે પાના ની સુસાઈડ નોટ પણ કબજે કરી છે.
First published:

Tags: Crime Story, Love story, Porbandar, Saurashtra

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો