Home /News /porbandar /પોરબંદરઃ યુવતીને ભગાડવા માટે મદદ કરનાર મિત્ર જ મિત્રની પ્રેમીકાને ભગાડી ગયો
પોરબંદરઃ યુવતીને ભગાડવા માટે મદદ કરનાર મિત્ર જ મિત્રની પ્રેમીકાને ભગાડી ગયો
જાસૂસી કરવી
ધણીવાર પત્નીઓ પોતાના જ પતિની જાસૂસી કરે છે. અને આ માટે તે ફોન ચોરવાથી લઇને સોશિયલ મીડિયાનો પાસવર્ડ હેક કરવા સુધી ખચકાતી નથી. વળી તમને આવું કરતા તેને પકડી શકશો તેની સંભાવના પણ નહીંવત છે.
પોરબંદરમાં ભગાડીને લવાયેલી યુવતીને જ મિત્ર ભગાડી ગયો હોવાનો વિચિત્ર કિસ્સો બન્યો છે.
પોરબંદરમાં ભગાડીને લવાયેલી યુવતીને જ મિત્ર ભગાડી ગયો હોવાનો વિચિત્ર કિસ્સો બન્યો છે. મૂળ લીમડીના અને હાલ અમદાવાદ રહેતા એક યુવકે એક યુવતી સાથે ભાગી જઇને પ્રેમલગ્ન કર્યા હતા. અને ભગાડીને પોરબંદર લાવ્યાબાદ તે યુવતીને મિત્ર ભગાડી જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વેણુગોપાલ સોસાયટીમાં મકના નંબર 72માં રહેતા અને કડિયાકામ કરતા તરુણ પ્રભુભાઇ મકવાણા નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેને બે વર્ષથી સુરેન્દ્રના ચુડા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આથે તેણે ગત 19-10-2018ના રોજ અમદાવાદની દરિયાપુર કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા.
તા. 20-11-2018ના રોજ ભાગી અને બંને પોરબંદર આવી ગેસ્ટ હાઉસમાં રૂમ રાખી ત્રણે રહેતા હતા. ગત 22-11-2018ના રોજ અર્જૂન તથા તરૂણ જમવાનું લેવા ગયા હતા.
તે દરમિયાન પ્રેમિકા રૂમમાંથી ત્રણેક હજારની રોકડ રમક ઉપરાંત લગ્નના સર્ટીફિકેટ તથા તરૂણના અન્ય તમામ સર્ટી અને ફોટાઓ સહિતનો મુદ્દામાલ લઇને નાસી ગઇ હતી. નવાઇની વાત તો એ છે કે જે મિત્રએ યુવતીને ભગાડવાની મદદ કરી હતી એજ મિત્ર મિત્રની પ્રેમિકાને ભગાડી ગયો હતો.