આપણે સામાન્ય રીતે નાનામાં નાનું કામ પણ સારા ચોઘડિયા જોઇને કરીએ છીએ તો લગ્ન કમુરતામાં કરવાનું ચલણ અત્યારે તો ગુજરાતીઓમાં હજુ આવ્યું નથી. ત્યારે પોરબંદરમાં એક ગજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કમુરતામાં લગ્ન કરનારા યુગલોનું સ્મશાનમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોરબંદરમાં સ્મશાનભુમિ ખાતે કાળીચૌદશની રાત્રે દર વર્ષે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 39 વર્ષ પહેલા કમુરતામાં લગ્ન કરનાર તથા ઉઠમણા હોલમાં ફેરા ફરનાર બે દંપતીના સ્મશાનમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
39 વર્ષ પહેલા પણ કમુરતામાં લગ્ન કરીને અત્યારે પણ સફળતાભર્યું દામ્પત્યજીવન જીવી રહેલા દંપતીઓનું સન્માન કરાયું હતું. જેથી લોકો અંધશ્રધ્ધાથી દૂર જાય અને સારા પ્રસંગો કમુરતામાં કરતા ખચકાટ ન અનુભવે.