Home /News /porbandar /પોરબંદરનું કીર્તિમંદિર જોવું છે? આજથી અમદાવાદ-પોરબંદર વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ

પોરબંદરનું કીર્તિમંદિર જોવું છે? આજથી અમદાવાદ-પોરબંદર વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ

ટ્રૂજેટ (ફાઇલ તસવીર)

'ઉડે દેશ કા નાગરિક' સ્કિમ અંતર્ગત ટ્રુજેટ તરફથી અમદાવાદ-પોરબંદર વિમાની સેવા શરૂ કરવામાં આવી.

રાજકોટઃ આજથી અમદાવાદ અને પોરબંદર વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ થયો છે. આ ફ્લાઇટ અમદાવાદ-પોરબંદર-અમદાવાદ વચ્ચે રવિવાર સિવાયના દિવસોમાં કાર્યરત રહેશે. ટ્રુજેટ તરફથી આ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ સેવા માટે રૂ. 1200થી લઈને રૂ. 2000 સુધી ભાડું ચુકવવું પડશે. એક ફ્લાઇટમાં 35 લોકો મુસાફરી કરી શકશે.

આ સમયે ઉપડશે ફ્લાઇટ

અમદાવાદથી ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરની મુલાકાત લેવા માંગતા લોકો માટે આનંદના સમાચાર છે. આજથી એટલે કે તા. 19મી ડિસેમ્બરથી TruJet તરફથી અમદાવાદ-પોરબંદર વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ફ્લાઇટ સવારે 7:15 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને 8:35 વાગ્યે પોરબંદર પહોંચશે. પોરબંદરથી આ ફ્લાઇટ 8:55 વાગ્યે ઉપડીને 10:15 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદની સાથે સાથે ટ્રુજેટ આજથી અમદાવાદ જૈસલમેરની વિમાની સેવાનો પણ પ્રારંભ કરી રહી છે.

નોંધનીય છે કે બે મહિના પહેલા અમદાવાદથી પોરબંદરની સીધી વિમાની સેવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત પ્રમાણે 30મી ઓક્ટોબરથી આ સેવાનો પ્રારંભ થવાનો હતો, પરંતુ આ સેવા શરૂ થઈ નહતી. આ માટે બુકિંગ કરાવનારા મુસાફરોને રકમ પરત આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ SBI બેંકને સેવામાં ખામી બદલ ગ્રાહકને 1.5 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ

હૈદરાબાદ હેડક્વાર્ટર ધરાવતી ટ્રુજેટ UDAN(ઉડે દેશ કા આમ નાગરિક) સ્કિમ અતંર્ગત આ સેવા શરૂ કરી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ સેવા શરૂ કરવામાં આવી હોવાથી સમિટમાં આવતા મહેમાનો પણ અમદાવાદથી પોરબંદર સુધી સરળતાથી પહોંચી શકશે. યુડીએએન સ્કિમ અંતર્ગત ટ્રુજેટ મુંબઈથી જૈસલમેર અને મુંબઈથી પોરબંદરની ફ્લાઇટ સેવા ચલાવી રહી છે.

ટ્રુજેટ આગામી જાન્યુઆરી મહિનાથી અમદાવાદથી કંડના અને નાશિકની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરશે. મુસાફરો આ સેવાનો લાભ રવિવાર સિવાયના દિવસોમાં લઈ શકશે.
First published:

Tags: Kirti Mandir, Porbandar, અમદાવાદ, ફ્લાઇટ