Home /News /porbandar /પોરબંદર : શિક્ષિકા સામે જ નાનકડા વિદ્યાર્થીને અર્ધનગ્ન કરાયો, વીડિયો વાયરલ

પોરબંદર : શિક્ષિકા સામે જ નાનકડા વિદ્યાર્થીને અર્ધનગ્ન કરાયો, વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

આ વીડિયો જોઇને લોકોમાં રોષ છવાયો છે. લોકોએ માંગ કરી છે કે આ વીડિયો ક્યાંનો છે અને કોનો છે તે અંગે તપાસ થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે.

પ્રતિશ શિલુ, પોરબંદર : પોરબંદરનાં એક ટ્યુશન ક્લાસીસમાં નાનકડા વિદ્યાર્થીને નગ્ન કરતો એક વીડિયો હચમચાવી મુકે તેવો છે. આ વીડિયો પંથકમાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાળકને શિક્ષિકાની સામે જ અર્ધનગ્ન કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પોરબંદરનાં ઝુરીગામ વિસ્તારનો હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : પોરબંદર: આ છોકરીએ 4.20 કલાકમાં 1300 સૂર્યનમસ્કાર કરી બનાવ્યો અનોખો રોકોર્ડ

વિદ્યાર્થીઓ શિક્ષિકાનાં ઇશારે કરી રહ્યાં છે ?

પોરબંદરમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં સાત-આઠ વર્ષના એક વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ પકડી રાખ્યો છે. આ વિદ્યાર્થીઓ શિક્ષિકાની સામે જ તેના કપડા ઉતારવામાં આવી રહ્યાં છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. વીડિયો જોઇને લાગી રહ્યું છે કે આ નાનકડા બાળકને કોઇ સજા આપવામાં આવી રહી છે. જે ત્રણ બાળકો વિદ્યાર્થીનાં કપડા કાઢી રહ્યાં છે તે પણ શિક્ષિકાનાં કહેવા પ્રમાણે જ કરી રહ્યાં છે.

આ પણ જુઓ : VIDEO: ચોરીના આરોપસર બાળકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

કડક કાર્યવાહી થાય

થોડા દિવસ પહેલા પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં શિક્ષક દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હતો. જે બાદ આ વીડિયો જોઇને લોકોમાં રોષ છવાયો છે. લોકોએ માંગ કરી છે કે આ વીડિયો ક્યાંનો છે અને કોનો છે તે અંગે તપાસ થાય અને સત્તાવાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
First published:

Tags: Porbandar, ગુજરાત, વાયરલ વીડિયો, શિક્ષણ